West Bengal/ સૌરવ ગાંગુલીની વધારાઈ સુરક્ષા, મમતાની પોલીસ હવે આપશે Z કેટેગરીની પ્રોટેક્શન

પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે પશ્ચિમ બંગાળ પોલીસ તેમને Z શ્રેણીની સુરક્ષા આપશે.

Trending Sports
Untitled 85 સૌરવ ગાંગુલીની વધારાઈ સુરક્ષા, મમતાની પોલીસ હવે આપશે Z કેટેગરીની પ્રોટેક્શન

પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે પશ્ચિમ બંગાળ પોલીસ તેમને Z શ્રેણીની સુરક્ષા આપશે. ન્યૂઝ એજન્સી ANIએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરવ ગાંગુલી તરફથી સુરક્ષા વધારવાની કોઈ માગ કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આ મામલાને પોતાની રીતે સંજ્ઞાન લીધો છે અને તેને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલી આ દિવસોમાં IPLમાં વ્યસ્ત છે. તે દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે સંકળાયેલો છે. તે ક્રિકેટ ડિરેક્ટરની ભૂમિકામાં છે.

સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાની ચર્ચા અગાઉ પણ થતી રહી છે. એવું કહેવાય છે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ તેમને ભગવા પાર્ટીમાં જોડાવાની ઓફર પણ કરી હતી. જો કે, તેમણે રાજકીય મેદાનમાં આવવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં જ તેણે બીસીસીઆઈનું અધ્યક્ષપદ છોડવું પડ્યું હતું. ત્યારથી તેના ફરી રાજકારણમાં આવવાની વાતો ચાલી રહી છે. હવે મમતા બેનર્જીની સરકાર દ્વારા સુરક્ષામાં વધારાથી આ અટકળો વધુ તેજ થઈ ગઈ છે.

આ પણ વાંચો:સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને કરડ્યો કૂતરો! જુઓ વીડિયો

આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદને 34 રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચી

આ પણ વાંચો:હૈદરાબાદ સામે બદલાયો ગુજરાત ટાઇટન્સ જર્સીનો રંગ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ આપ્યું ખાસ કારણ

આ પણ વાંચો: IPLમાં સદીની સાથે શુબમન ગિલની અનોખી સિદ્ધિ

આ પણ વાંચો:રોમાંચક મેચમાં લખનૌએ મુંબઈને પાંચ રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં 11 રન ન બનાવી શક્યું