દક્ષિણ આફ્રિકાએ ધ વાન્ડરર્સ સ્ટેડિયમમાં ભારતને 7 વિકેટે હરાવીને સીરીઝ 1-1 થી બરોબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ ત્રણ મેચોની સીરીઝની પ્રથમ મેચ 113 રને જીતી લીધી હતી, જે બાદ મેજબાન ટીમ માટે મેચ બચાવવી ખૂબ જ જરૂરી હતી. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાન ટીમે મેચનાં ચોથા દિવસે હાંસલ કરી લીધો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું.
આ પણ વાંચો – IND vs SA 2nd Test Analysis / ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલીની પડી ખોટ, રાહુલ કેપ્ટનશિપમાં નિષ્ફળ.. જાણો હારના પાંચ મોટા કારણો
દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2021-23માં મોટો અપસેટ સર્જ્યો છે. ડીન એલ્ગરે અણનમ 96 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારતને વાન્ડરર્સ ખાતે પ્રથમ વખત હરાવીને ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર કરી છે. આ રેકોર્ડ જીત સાથે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં ટોપ 5માં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકા પાસે હવે 50 ટકા પોઈન્ટ્સ છે. દક્ષિણ આફ્રિકા પહેલા બાંગ્લાદેશ પાંચમાં નંબરે હતું. તે હવે છઠ્ઠા નંબરે સરકી ગઈ છે. આ હાર છતાં ભારત ચોથા નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. તે પછી બીજા નંબરે શ્રીલંકા અને ત્રીજા નંબર પર પાકિસ્તાન છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ વિજેતા ન્યૂઝીલેન્ડ આઠમાં નંબર પર છે. એશીઝ સીરીઝ હારી ચૂકેલ ઈંગ્લેન્ડ આઠમાં નંબર પર છે. જોહાનિસબર્ગ ટેસ્ટની વાત કરીએ તો ચોથા દિવસે વરસાદનાં કારણે બે સેશન થઈ શક્યા ન હોતા. ત્રીજા સેશનમાં દક્ષિણ આફ્રિકાએ 240 રનનો ટાર્ગેટ 67.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.
આ પણ વાંચો – Ashes series / ઓગસ્ટ 2019 પછી ઉસ્માન ખ્વાજાએ ફટકારી ધમાકેદાર સદી, પત્ની અને પુત્રીનું રિએક્શન થયુ વાયરલ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાએ એશીઝ સીરીઝની ત્રણેય મેચ જીતીને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ ટીમનાં 36 પોઈન્ટ છે, જ્યારે શ્રીલંકા બન્ને મેચ જીતીને 24 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ 4 માંથી 3 મેચ જીતીને ત્રીજા સ્થાને છે જ્યારે ટીમ ઈન્ડિયા 9 માંથી 4 મેચ જીતીને ચોથા સ્થાન પર છે. ભારત 2 મેચ હારી ગયું, જ્યારે 2 મેચ ડ્રો રહી. એક મેચ રદ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનાં નામે 53 પોઈન્ટ થઈ ગયા છે. 5માં સ્થાને રહેલી બાંગ્લાદેશની ટીમ 3 માંથી 2 મેચ હાર્યા બાદ પાંચમાં સ્થાને છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 4 માંથી 3 મેચ હાર્યા બાદ છઠ્ઠા સ્થાને છે. બન્ને ટીમોનાં 12-12 પોઈન્ટ છે, પરંતુ બાંગ્લાદેશ જીતની ટકાવારીને કારણે ટોચ પર છે. ન્યૂઝીલેન્ડે આ સીઝનમાં કુલ 3 મેચ રમી છે, જેમાં એક પણ જીત નોંધાવી નથી. આ ટીમ 4 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડ 8માંથી 5 મેચ હારીને 8માં સ્થાને છે. સાઉથ આફ્રિકાએ અંતે પોતાનું ખાતું ખોલાવ્યું છે. આ ટીમ આ 1 જીત સાથે 9માં સ્થાને છે.