કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે .બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ સહિત દરરોજ હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે, જેના કારણે બધા ઘરે ક્વોરેન્ટાઇન છે. હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહેશ બાબુએ સોશિયલ મીડિયા દ્વારા તેના તમામ ચાહકોને આ માહિતી આપી છે. આ દરમિયાન મહેશ બાબુએ બધાને કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે લોકો ટેસ્ટ કરાવી લેવા આહ્વાન કર્યું છે.
મહેશ બાબુએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ લખ્યું, ‘તમામ જરૂરી સાવચેતી રાખવા છતાં મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને ઘરે અલગ કરી દીધી છે અને તમામ તબીબી માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યો છું. હું જે લોકોને મળું છું તે તમામ લોકોને તેમના ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું અને જેમણે હજુ સુધી રસી લીધી નથી તેઓ રસી લે. જેથી આપણે લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડી શકીએ. કૃપા કરીને કોરોનાના નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.