લાંબા સમય બાદ અંતે ફીફા વર્લ્ડકપ શરુ થઇ ગયો છે. ‘બ્યુટીફૂલ ગેમ’ ફૂટબોલના આ મહાકુંભમાં રશિયાએ સાઉદી અરેબિયાને હરાવી દીધું છે. ટુર્નામેન્ટમાં બીજા દિવસે ત્રણ ગેમ રમાવાની છે પરંતુ સૌથી વધારે નજરો 11:30 વાગ્યે શરુ થનાર પોર્ટુગલ અને સ્પેનના મેચ પર છે. આ ફીફાનો આ પહેલો મુશ્કેલ મેચ રમાવા જઈ રહ્યો છે. યુરોપના બે મોટા ફૂટબોલ પ્રેમી દેશ આજ રાતે મેચમાં સામ-સામે હશે. બંને ટીમોમાં એક-એક ખાસ ખેલાડી છે.
આપને જણાવી દઈએ કે આ ફીફા ફૂટબોલ વર્લ્ડકપમાં 5 એવા ફૂટબોલ પ્લેયર છે જેના પર પૂરી દુનિયાની નજર રહેશે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો:
પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પાસેથી બધાને તેમના શાનદાર પ્રદર્શનની આશા છે. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં રોનાલ્ડો 81 ગોલ લગાવી ચુક્યા છે, જયારે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધારે ગોલ લગાવનાર પ્લેયર હંગેરીના ફેરેંક પુસ્કસ (84 ગોલ) થી ત્રણ ગોલ જ પાછળ છે. 33 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સારા અથવા ખરાબ પ્રદર્શન પર જ ટીમનું ભવિષ્ય નિર્ભર છે.
આ રોનાલ્ડોનો ચોથો વર્લ્ડકપ છે અને અત્યાર સુધી તેઓ 13 મેચ રમી ચુક્યા છે. જયારે તમના ફોર્મની વાત કરવામાં આવે તો તેઓ અત્યારે સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેમણે 9 મેચોમાં 15 ગોલ નોંધાવ્યા હતા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સ્પેનના ડીફેન્સ માટે મોટી સમસ્યાઓ બનાવી શકે છે.
સેર્ગીયો રામોસ:
સ્પેનની કેપ્ટન પર એક મોટી જવાબદારી છે. કોચ જુલીયન લોપતેગુઈની બરતરફી બાદ, તેમના પરના દબાણમાં વધારો થયો છે. રામોસને હાલમાં વિશ્વના શ્રેષ્ઠ ડિફેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. યુરોપિયન ફૂટબોલમાં સેર્ગીયોનો સિક્કો ચાલે છે અને તેણે ચેમ્પિયન્સ લીગ જીતવા માટે રીઅલ મેડ્રિડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રામોસે 2010 માં સ્પેનની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. સ્પેનિશ ટીમમાં તે સૌથી વધુ અનુભવી ખેલાડી છે જેણે 151 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. રામોસ અને રોનાલ્ડો બંને રીઅલ મેડ્રિડ ટીમમાં એકસાથે રમે છે, તેથી આ મેચ ખુબ જ રસપ્રદ રહેશે.
પેપે:
આ અત્યંત આક્રમક ખેલાડી છે અને પોર્ટુગલની ડીફેન્સની જાન છે. તેઓ તેમની ટીમના સૌથી અનુભવી ખેલાડીઓ પૈકીમાંના એક છે અને ત્રીજા વર્લ્ડકપમાં રમી રહ્યાં છે. ખેલાડીએ પોર્ટુગલને યુરો 2016 ચેમ્પિયન બનાવવા માટે પેપેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પેપે 91 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે અને તે ફિલ્ડમાં થોડું રફ રમવા માટે બદનામ છે.
ડિયાગો કોસ્ટા:
બ્રાઝિલના જન્મેલા આ શાનદાર પ્લેયરનાં હાથમાં સ્પેનની સફળતા માટે ચાવી છે. કોસ્ટાને ખૂબ પ્રતિભાશાળી સ્ટ્રાઇકર ગણવામાં આવે છે. 29 વર્ષીય કોસ્ટાનો આ બીજો વિશ્વ કપ હશે. આ ખેલાડી પોર્ટુગલના સંરક્ષણ માટે મોટી મુશ્કેલી કરી શકે છે. કોસ્ટા સિલ્વા અને ઈસ્કો જેવા ખેલાડીઓને પણ ગોલ કરવામાં મદદ કરશે.
એન્ડ્રેસ ઈનિએસ્ટા:
સ્પેનને આ અનુભવી ખેલાડીની પાસેથી ઘણી અપેક્ષાઓ છે, જે 2010 ના ફાઈનલમાં જીતનો ગોલ લગાવી ચુક્યા છે.. જો ફૂટબોલ પંડિતો માનતા હોય તો, તેઓ હાલમાં વિશ્વના શ્રેષ્ઠ મિડફિલ્ડર છે. 34 વર્ષનાં ઈનિએસ્ટા કમાલ દર્શાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. આ ઈંએસ્ટાનો ચોથો અને લગભગ છેલ્લો વિશ્વ કપ છે. અત્યાર સુધી તેણે ફિફા (FIFA) વર્લ્ડ કપમાં 10 મેચો રમી છે અને તેમાં બે ગોલ કર્યા છે. જયારે તેમણે સ્પેન માટે 126 મેચો રમી છે.