અમેરિકાનાં ટેન્નૈસેમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. જાણીને નવાઇ લાગશે કે આ ધરપકડ મહિલાનાં નગ્ન અવસ્થામાં હોવાના કારણે થઇ છે. મહિલા વિરુદ્ધ અશ્લીલતાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ટેન્નૈસૈનાં નેશવિલેમાં વ્યસ્ત રસ્તા પર ચાલતી વખતે પોલીસ દ્વારા મહિલાની અટકાયત કરવામાં આવી ત્યારે મહિલાએ કહ્યું કે ગરમી ઘણી વધારે હતી. આવી સ્થિતિમાં તે કપડા વગર ચાલતી હોય છે.
નેશવિલે પોલીસનાં જણાવ્યા અનુસાર, જ્યારે તેમને એક મહિલા કપડા વગર નગ્ન રસ્તા પર ચાલતી હોવાની બાતમી મળી ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારીઓએ સવાલ કર્યો કે તેઓએ એક પણ કપડુ કેમ પહેર્યું નથી, શું તે ઠીક છે, મહિલાએ ખૂબ શાંત સ્વભાવમાં જવાબ આપ્યો – ગરમી ઘણી વધારે છે, તેથી તેઓએ ઉતારી દીધા. આ સાંભળી પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા.
પોલીસનાં જણાવ્યા અનુસાર 35 વર્ષીય ડેનિસ ડે તેની ટીશર્ટ ઉતારી તેના ખભા પર મૂકીને ફરી રહી હતી. પોલીસે મહિલા સામે અશ્લીલતાનો કેસ નોંધ્યો છે. આ કેસ ઓગષ્ટ મહિનાનો હોવાનુ સામે આવી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.