ઓસ્ટ્રેલિયા પોલીસે બુધવારે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટુઅર્ટ મેકગિલનાં અપહરણનાં કેસમાં 4 લોકોની ધરપકડ કરી હતી. ઘટના છેલ્લા મહિનાની છે. જ્યાં મેકગિલનું સિડનીમાં તેના ઘરથી કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. 14 એપ્રિલનાં રોજ, અપહરણ પીડિતાની ઓળખ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે 50 વર્ષીય મેકગિલ તરીકે કરી હતી.
ક્રિકેટ / IPL મુલતવી રાખ્યા પછી શું વિદેશી ખેલાડીઓ સ્વદેશ પરત જઈ શકશે કે પછી ભારતમાં અટવાશે ?
આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી ઘણા સ્ટાર ખેલાડીઓનાં ઘરે બનાવો બનવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. હવે ક્રિકેટરો પણ આ કડીમાં જોડાયા છે. ઓસ્ટ્રેલિયાની સાથે દુનિયાભરનાં ક્રિકેટ ચાહકોને એ જાણીને આશ્ચર્ય થયું કે દિગ્ગજ ક્રિકેટ સ્ટુઅર્ટ મેકગિલનું ગત મહિને ગનપોઈન્ટ પર તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ કેસમાં સંડોવાયેલા કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી ત્યારે આ માહિતી પ્રકાશમાં આવી હતી. ઓસ્ટ્રેલિયાનાં સ્થાનિક અખબારોએ અહેવાલ આપ્યો છે કે એક ગુનાહિત જૂથે બે અઠવાડિયા પહેલા મેકગિલનું અપહરણ કર્યું હતું. ન્યુ સાઉથ વેલ્સ પોલીસે 14 એપ્રિલનાં રોજ અપહરણની કથિત 50 વર્ષીય વ્યક્તિ તરીકે પીડિતાનો ઉલ્લેખ કર્યો છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને ન્યૂઝ કોર્પનાં અખબારો સહિતનાં મીડિયા અહેવાલોએ પીડિતાની ઓળખ મેકગિલ તરીકે કરી છે. મીડિયાએ કહ્યું કે, સિડનીનાં ઉત્તરીય ભાગમાં રસ્તા પર મેકગિલને એક શખ્સ દ્વારા પહેલા રોકવામાં આવ્યો ત્યારબાદ વધુ બે શખ્સો આવ્યા અને તેમણે દબાણપૂર્વક પૂર્વ ક્રિકેટરને કારમાં નાખી દીધો. મેકગિલને સિડનીનાં દક્ષિણપશ્ચિમ ભાગમાં લઇ જવામાં આવ્યો હતો અને કથિત હુમલો કર્યા પછી તેને બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો અને પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. છોડી દીધા પહેલા મેકગિલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
IPL 2021 / IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ
મેકગિલ એક ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર છે જેણે 1988 થી 2008 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે 44 ટેસ્ટમાં 208 વિકેટ ઝડપી છે. મેકગિલે 1998 માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 2008 માં રમી હતી. તે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર્સમાં ચોથા ક્રમે છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે 328 વિકેટ લીધી હતી. વર્ષ 2008 માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.