Not Set/ તહેવારના સમયે દર્દીઓ માટે ખાસ સુવિધા, 27 ઓકટોબર થી 31 ઓક્ટોબર સુધી ડોક્ટર ઓન કોલ સેવા શરૂ

મેડીકલ એસો.એ108 અને હોસ્પિટલો સાથે સંકલન સાધ્યું 27 ઓકટોબર થી 31 ઓક્ટોબર સુધી ડોક્ટર ઓન કોલ સેવા દિવાળી આનંદની સાથે સાથે બીમારીઓ પણ લાવતી હોય છે.દિવાળીના દિવસોમાં દાઝી જવાથી લઈને ફેફસાના રોગોનો અનેક કેસો સામે આવતા હોય છે.દિવાળીના વેકેશનમાં  ડોક્ટરો પણ વ્યસ્ત દિવસોમાંથી ખૂબ જ જરૂરી એવો બ્રેક લેતા હોય છે.દિવાળીમાં ડોક્ટરો નહિ મળવાથી અનેક […]

Ahmedabad Gujarat
on call credit sdpb dot sd dot gov તહેવારના સમયે દર્દીઓ માટે ખાસ સુવિધા, 27 ઓકટોબર થી 31 ઓક્ટોબર સુધી ડોક્ટર ઓન કોલ સેવા શરૂ
  • મેડીકલ એસો.એ108 અને હોસ્પિટલો સાથે સંકલન સાધ્યું
  • 27 ઓકટોબર થી 31 ઓક્ટોબર સુધી ડોક્ટર ઓન કોલ સેવા

દિવાળી આનંદની સાથે સાથે બીમારીઓ પણ લાવતી હોય છે.દિવાળીના દિવસોમાં દાઝી જવાથી લઈને ફેફસાના રોગોનો અનેક કેસો સામે આવતા હોય છે.દિવાળીના વેકેશનમાં  ડોક્ટરો પણ વ્યસ્ત દિવસોમાંથી ખૂબ જ જરૂરી એવો બ્રેક લેતા હોય છે.દિવાળીમાં ડોક્ટરો નહિ મળવાથી અનેક દર્દીઓ પરેશાનીમાં મુકાય છે.

દિવાળીના તહેવારમાં રજાનો માહોલ હોય છે. ત્યારે ડોક્ટરો ન મળતા દર્દીઓને  ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી અમદાવાદ મેડીકલ એસોસિયેશન અને અમદાવાદ ફેમિલિ ફિઝિશિયન એસોસિયેશન દ્વારા સતત નવમાં વર્ષે દર્દીઓ માટે  ખાસ સુવિધાઓ કરવામાં આવી છે.

જેમાં 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ડોક્ટર  ઓન કોલની સુવિધા  શરૂ કરશે. બંને એસોસિયેશન દ્વારા ઇએમઆરઆઇ 108  અને હોસ્પિટલો સાથે સંકલન સાધવામાં  આવ્યું છે.  100 જેટલા ડોક્ટરો  આ સેવા  માટે તત્પર રહેશે જેથી દર્દીઓને કોઇ હાલાકી નાં પડે.

મેડિકલ એસોસિએશન દ્વારા ઇમરજન્સી ડોકટરોની એક ટીમ તૈનાત કરવામાં આવશે જે તહેવારોમાં પણ દર્દીઓને સેવા આપી શકે.

દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. અમદાવાદના નાગરિકો માટે ડોક્ટરોની માહિતી તેમની ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે જે 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.

આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે.મોટાભાગના કેસો દાઝી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે.

અમદાવાદના આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે તેમ એસોસીએશને જણાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.