સુરેન્દ્વનગર/ પાટડી વર્ણીન્દ્રધામમાં બેસતા વર્ષથી પાંચ દિવસ વિશેષ ભગવાનનું પૂજન થશે ,સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે

આ “વર્ણીન્દ્રધામ”માં સ્વામિનારાયણના સંતોનું આર્કિટેક્ચર, ડીઝાઇન કલા અને પ્લાનીંગ છે. ભણેલા નહી પરંતુ ગણેલા સંતો દ્વારા નિર્માણ પામેલા વર્ણીન્દ્રધામમાં ગુજરાતના 300 મજૂરો ઉપરાંત ઓડીશા, બંગાળ, રાજસ્થાન અને બિહારના 250 કારીગરોએ પોતાની કલાઓ…

Gujarat Others
Untitled 14 પાટડી વર્ણીન્દ્રધામમાં બેસતા વર્ષથી પાંચ દિવસ વિશેષ ભગવાનનું પૂજન થશે ,સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે

પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં દિવાળીના પર્વ નિમીત્તે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારાયું છે. દિવાળી બાદ નૂતન વર્ષના દિવસથી ભગવાન નિલકંઠ મહાપ્રભુનું ષોડ્શોપચાર સામગ્રીથી પૂજન કરાશે.જ્યારે મહાઅભિષેક,છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્રા, મોક્ષસ્નાન અને ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. આ સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર , સહજાનંદ પ્રદર્શન, એન્જોયપાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના પૂજનોત્સવમાં આવનારા શ્રધ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના વ્યવસ્થાપકએ જણાવ્યું હતુ.

ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા 70 વર્ષથી સેવારત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન સ્વામીની અમીદ્રષ્ટી અને મહંત સ્વામી સદગુરૂ વર્ય શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીના સંકલ્પાનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ખાતે “વર્ણીન્દ્રધામ”નું નિર્માણ એ ધર્મ અને વિજ્ઞાનનો અદભૂત સમન્વય છે.

પાટડી વિરમગામ રોડ પર આવેલા નૂતનતીર્થ ક્ષેત્ર શ્રી વર્ણીન્દ્રધામનું ઉદઘાટન મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દશેરાના દિવસે ઉદઘાટન કરી જનતા માટે ખુલ્લુ મુક્યું હતુ. આ અંગે પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર સુરત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની ભાવનાનુસાર નિર્માણ પામેલા વર્ણીન્દ્રધામમાં શ્રી નિલકંઠ ભગવાન, લક્ષ્મીનારાયણ દેવ, નર નારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ 24 કળશ મંદિરોમાં 24 અવતારોની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચાર વેદ મંદિરોની તથા હનુમાન, ગણપતિ અને શિવજીના મંદિરો પણ અહી આવેલા છે. પ્રદક્ષિણામાં 108 ગૌમુખ ધારામાંથી વહેતા જળમાં ભાવિકો સ્નાન-આચમન કરી શકે છે. નિત્ય ભગવાનને 108 લિટર દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને એ દૂધ પાછું એકઠું કરી અહી રહેતા વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને આપવામાં આવે છે.

રોજ સાંજે હાથી, ઘોડા, ગાયો, ડંકા, નિશાન વગેરે સાજ સાથે ભગવાનની રથયાત્રા-નગરયાત્રા નીકળે છે. જ્યારે આબાલ વૃધ્ધ સૌ કોઇને જાણવા-માણવા અને અનુભવવા જેવુ ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતુ રામ, શ્યામ, ઘનશ્યામ અને દેશભક્તોના જીવનની ઝાંખી કરાવતું વૈજ્ઞાનિક ટેકનોલોજી અને કલામંડિત પ્રદર્શનનું ઉદઘાટન શરદ પૂનમે કરવામાં આવ્યું હતુ. જેમાં 1100 ફુટની ટનલ, ટ્રેન વિહાર, થ્રી વોલ વીડીયો પ્રોજેક્શન, પારિવારિક શિક્ષા ફિલ્મ ‘પિતા કા બલિદાન’, સાયન્સ સીટી, લાઇટ એન્ડ સાઉન્ડ વિઝન શો, વોટર પાર્ક, નૌકા વિહાર, ધાર્મિક મોલ જોવા લાયક યાદગાર સંભારણુ છે. વધુમાં અહી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે છાત્રાલય સુવિધા, મોબાઇલ મેડિકલ ડીસ્પેન્સરી દ્વારા ફ્રિ નિદાન અને દવા પણ આપવામાં આવે છે. અને સમયાંતરે ફ્રી મેડીકલ કેમ્પો પણ યોજાય છે. અહીં રાત-દિવસ આજીવન અખંડ ધૂન પણ ચાલે છે.જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને અમદાવાદ જીલ્લાના 90 ઉપરાંત ગામના મહિલા-પુરૂષો ભાગ લીધો હતો. 20 ઉપરાંત વિરાટ હાથીઓથી શોભતો ગજેન્દ્ર પ્રવેશદ્વાર પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.પૌરાણિકતાની સાથે આધુનિકતાનો સમન્વય ધરાવતું વર્ણીન્દ્રધામ જેવુ દર્શનીય સ્થાન કદાચ ભારતનું જ નહી પરંતુ વિશ્વભરનું પ્રથમ હોવાનુ આ વર્ણીન્દ્રધામના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતુ.

આ “વર્ણીન્દ્રધામ”માં સ્વામિનારાયણના સંતોનું આર્કિટેક્ચર, ડીઝાઇન કલા અને પ્લાનીંગ છે. ભણેલા નહી પરંતુ ગણેલા સંતો દ્વારા નિર્માણ પામેલા વર્ણીન્દ્રધામમાં ગુજરાતના 300 મજૂરો ઉપરાંત ઓડીશા, બંગાળ, રાજસ્થાન અને બિહારના 250 કારીગરોએ પોતાની કલાઓ વાપરી હતી. વધુમાં મંદિરના શિખરો વગેરેમાં ગુજરાતના 30 જેટલા મુસ્લિમ બિરાદરોએ સેવા આપી હતી. 33 લાખ 70 હજાર મ‍ાનવ કલાકો તથા સંતોની 1 લાખ 10 હજાર કલાકોના સેવા પરિશ્રમના લીધે કેવળ 16 મહિનામાં જ 20 એકર ભૂમીમાં “વર્ણીન્દ્રધામ”નું નિર્માણ થયુ છે.

અત્રે ઠાકોરજીની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે 51 કલ‍ાક સતત સંકીર્તન-વંદુના પાઠ, નવરાત્રી અનુસંધાને 51 કલાક અખંડરાસ, અખંડ દંડવત, પ્રદક્ષિણા, સ્વામિનારાયણ મંત્રનું લેખન તેમજ તપની માળા ભગવત આરાધનારૂપે કરાઇ હતી. અને ઠાકોરજીને પ્રથમ અભિષેક સ્ન‍ાન ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે 100 ઉપરાંત સંતો દ્વારા ગુજરાતની જીવાદોરી સમી મા નર્મદાના નીરથી કરાઇ હતી