Navratri Celebration 2024: નવલી નવરાત્રી માં દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ગરબો સ્થાપિત કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે ગરબો સ્થાપિત કરવાથી માતાજી નવ દિવસ તેમાં વિરાજમાન થાય છે અને ભક્તને આર્શીવાદ આપે છે.
નવરાત્રીમાં નવદુ્ર્ગાની આરાધના કરવા માટે અને અનુષ્ઠાન માટે ઘટ સ્થાપન કરવામાં આવે છે. તેમજ આ પર્વમાં અનેક સ્થાનો પર આજે પણ માથે માટીના ગરબા મૂકી ઝૂમવાની પરંપરા છે.
નવરાત્રી પર્વમાં ખૈલેયાઓ રાસની રમઝટ સાથે માટીના ગરબા મૂકી ઢોલના તાલે રમઝટની આનંદ લેતા હોય છે. ખાસ કરીને મહિલાઓ માથે માટીના ગરબો મૂકી એક અલગ જ ભક્તિમાં લીન થઈ જાય છે. આ માટીના ગરબાનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં અલગ – અલગ જગ્યાએ ગરબો બનાવવામાં આવે છે અને એના પછી કલર થી અલગ – અલગ મસ્ત મજાની ડિઝાઇનથી સજાવવામાં આવે છે . ગુજરાત , ભારત અને વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે .
કહી શકાય કે માટીના ગરબા વગર નવરાત્રિની ઉજવણી અધૂરી છે. કેટલાક પરીવારોમાં માટીના ગરબાથી ઘટસ્થાપન કરવાની પરંપરા હોય છે.
તો જે પરિવાર આ માટીના ગરબા બનાવે છે તેઓ નવરાત્રિ આવવાના મહિના પહેલા રંગબેરંગી ગરબા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. સૌપ્રથમ માટી લઈ આવ્યા બાદ તે માટીમાં પાણી મિક્સ કરવાની પ્રોસેસ કરી એક માટીનો મજબૂત પિંડો બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ચાકડા મારફતે ગોળ ફેરવીને તેમાં હાથ વડે ઘાટ આપ્યા બાદ યોગ્ય રૂપ આપી ગરબા બનાવવામાં આવે છે.
આમ આ ગરબો તૈયાર થાય છે. પરંતુ તે કાચી માટીનો હોવાથી તેને ચાર દિવસ સુધી સુકાવા માટે મૂકવામાં આવે છે. કાચી માટીનો આ ગરબો બરાબર સૂકાઈ ગયા બાદ જ તેમાં કલર કરવામાં આવે છે. મોટાભાગના લોકોને લાલ અને પીળા કલરના ગરબા વધુ પસંદ હોય છે. અત્યારની આધુનિક ડિઝાઈનમાં ગરબામાં કલરકામ સાથે કાચ અને સ્ટોન મૂકવા તેમજ નવી ડિઝાઈન બનાવવામાં આવે છે. બજારમાં પણ આવા અદભૂત ડિઝાઈનના ગરબાની માંગ રહેતી હોય છે. સામાન્ય રીતે બજારમાં 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના ગરબા મળતા હોય છે. કેટલાક રસિક ગ્રાહકો પોતાની મનગમતી ડિઝાઈનના ગરબા બનાવડાવે છે.
માટીના ગરબા સામાન્ય રીતે કુંભાર પરીવાર અથવા તો પ્રજાપતિ પરીવાર દ્વારા બનાવવામાં આવતા હોય છે. નવરાત્રિના આગમન પૂર્વે જ માટીના ગરબામાં કલરકામ કરી સુંદર રીતે શણગારવાની તૈયારીઓ થવા લાગે છે. માતાજીની આરાધનામાં આસો મહિનાની નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે.
ખૈલેયાઓ રાતે ગરબા રમવાનો આનંદ લે છે તેમજ જે ઘરોમાં નવરાત્રિ પર્વમાં ઘટસ્થાપન કરવામાં આવે છે તેમાં ખાસ કરીને માટીનો ગરબો રાખવામાં આવે છે. પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરયિમાન ભાવિકો શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવ દિવસ તેમાં અખંડ દિવો કરી માતાજીની આરાધના કરતા હોય છે.
આ પણ વાંચો:નવરાત્રિના પહેલા દિવસે શા માટે જવ વાવવામાં આવે છે, જાણો મહત્વ
આ પણ વાંચો:નવરાત્રીમાં માં અંબેના 9 સ્વરૂપો અને તેમની મહિમાને જાણો
આ પણ વાંચો:નવરાત્રી ક્યારે છે અને જાણો શા માટે ઉજવવામાં આવે છે…