@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે “રેઇઝ યોર વોઇસ ફાઉન્ડેશન” તથા ગુજરાત પોલીસ ના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસ.ઓ.જી) દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓના સર્વશ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં આંતરાષ્ટ્રટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા ગુજરાત પોલીસ દ્વારા પ્રથમવાર મહિલા પોલીસની કામગીરીને સન્માનીત કરતા એવોર્ડ સમારંભનું આયોજન કરવાની પહેલ કરવામાં આવી છે.
રેઇસ યોર વોઇસ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત પોલીસ ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરીને સન્માનીત કરવા સાથે કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.એસ.ઓ.જી. ડીસીપી મુકેશ પટેલ સાહેબ, એસીપી બી.સી. સોલંકી સાહેબ તથા મહિલા સેલના એસીપી મીની જોસેફ દ્વારા આ એવોર્ડ અને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : 22 પ્રતિભાશાળી મહિલાઓનું વિમેન્સ ડે ની પૂર્વ સંધ્યાએ મંતવ્ય ન્યૂઝ તરફથી સન્માન
તેવી જ રીતે અમદાવાદના નિકોલમાં વોક ફ્રી કાર્યક્રમનુ આયોજન વુમન એમપાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને જાણીતા મહિલા ઉદ્યોગકાર પ્રિયા પટેલ, વનીતા વ્યાસ, વૈભવી પટેલ તેમજ વર્ષા જગાનીને એવોર્ડજ આપવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં શહેર પોલીસનાં ઝોન-5 નાં ડિસીપી અચલ ત્યાગીએ અનેક મહિલાઓને એવોર્ડ આપી સન્માનીત કરી હતી. તેમજ મહિલાઓના ઉત્કર્ષ માટે ચર્ચાઓ કરાઈ હતી..જાહેર રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પોલીસ પણ જોડાઈ હતી.