ગતરોજ રવિવારે સાંજે સરકાર દ્વારા LRD ભરતી મુદ્દે જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને બંને પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે. તો આ અંગે આવો SPG નેતા અંજના પટેલે જણાવ્યું હતું કે, LRD વિવાદ મુદ્દે સરકારે એક નવો ફોર્મ્યુલા સામે લાવ્યો છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત બાદ બંને પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. બંને પક્ષ આ નવા ફોર્મ્યુલાથી નારાજ છે. તો બીજી તરફ આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
બિનઅનામત વર્ગના નેતા દિનેશ બાંભણીયાએ નારાજગી દેખાડી છે. તો બીજી તરફ અનામત વર્ગના નેતા પ્રવીણ રામે પણ આંદોલન શરૂ રાખવાની વાત કરી દીધી છે. અનામત વર્ગની માંગણી છે કે, સરકાર GRને રદ કરવો પડશે. તો બીજી તરફ બિનઅનામત વર્ગનું કહેવું છે કે, સરકારનો ફોર્મ્યુલા પરિપત્ર રદ કર્યા બરાબરનો છે. જ્યારે તેમની માગણી પરિપત્રને યથાવત્ રાખવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.