- ફ્યુલ ઇમર્જન્સીને પગલે તાકીદનું ઉતરાણ કરવું પડ્યું
- દુબઇ એરપોર્ટ પર લેન્ડિંગ કન્ફ્યુઝનને પગલે ફ્યુલ ખૂટ્યું
- પ્લેનમાં સવાર તમામ મુસાફરો સલામત- સ્પાઇસજેટ
દુબઇ ખાતે ભારતીય સ્પાઇસજેટ પ્લેનનું તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું છે. આ વિમાનમાં મેરિકોમ સહિત ભારતીય બોક્સરો સવાર હતા. ફ્યુલ ઇમરજન્સીના પગલે તાકીદનું ઉતરાણ કરવું પડ્યું છે.
ભારતીય બોક્સિંગ ટીમના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ દુબઈ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. વિમાનમાં મેરી કોમ સહિત કેટલાય બોકર્સ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બળતણના અભાવે વિમાનનું ઈમરજન્સી લેંડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ખામી પણ સામે આવી હતી, જેના કારણે વિમાનને અડધા કલાકના વિલંબ પછી લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્પાઇસ જેટ વિમાન ભારતીય બોક્સિંગ ટીમને દિલ્હીથી દુબઈ લઈ જઈ રહ્યું હતું. તે દરમિયાન, બળતણની અછત સર્જાઈ હતી. જેના કારણે વિમાનનું તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું હતું. ઉતરાણની શંકાને કારણે વિમાનને નિર્ધારિત કરતા વધારે સમય સુધી હવામાં રહેવું પડ્યું. તે જ સમયે, સ્પાઇસ જેટએ એક નિવેદન બહાર પાડ્યું છે કે ટીમ દુબઈ સલામત રીતે પહોંચી ગઈ છે. બધા મુસાફરો પાસે યોગ્ય કાગળો હતા.
દિલ્હી / યુવાનોનું રસીકરણ બંધ, મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
સંક્રમણનો ભય / કોરોના કેસ વધતા તમિલનાડુમાં 31 મે સુધી લંબાવાયું લોકડાઉન
વિમાનના ઉતરાણમાં કેમ વિલંબ થયો?
ભારતીય બોક્સિંગ ફેડરેશને એક નિવેદન બહાર પાડીને યુએઈમાં ભારતીય રાજદૂતને તેમની સહાયતા બદલ આભાર માન્યો હતો પરંતુ વિમાનના ઉતરાણમાં કેમ વિલંબ થયો તે જણાવ્યુ નહીં. નિવેદન અનુસાર, ‘ભારતીય ટીમ દુબઈમાં ઉતર્યા પછી હોટલમાં પહોંચી છે. આરટી-પીસીઆર પરીક્ષણના બે રાઉન્ડ થયા છે – એક એરપોર્ટ પર અને બીજો હોટેલમાં. ભારતીય ટીમ તમામ જરૂરી મંજૂરીઓ સાથે સ્પાઇસ જેટ વિમાન સાથે જૈવિક સુરક્ષિત વાતાવરણમાં પહોંચી હતી.
આપને જણાવી દઈએ કે ભારતીય ટીમ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે દુબઈ પહોંચી છે. શરૂઆતમાં આ ટૂર્નામેન્ટ ભારતમાં યોજાવાની હતી પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે તેને દુબઈ ખસેડવામાં આવી હતી. પુરૂષ અને મહિલા બોકર્સની આ સ્પર્ધા 24 મેથી શરૂ થશે.