જોહનિસબર્ગ,
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ વન-ડે મેચની શ્રેણીની ચોથી મેચ શનિવારે જોહનિસબર્ગના વાન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાવવાની છે. ૬ મેચની સીરીઝમાં ભારત પહેલેથી ૩-૦ની લીડ ધરાવે છે. ત્યારે આફ્રિકન ટીમનો રેકોર્ડ જોતા ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમ સામે જીત માટે કપરા ચઢાણ સાબિત થઇ થઇ શકે છે. હકીકતમાં ચોથી વન-ડેમાં આફ્રિકન ટીમ પિંક ડ્રેસમાં જોવા મળશે. અને પિંક ડ્રેસમાં રેકોર્ડ આજ સુધી એક પણ મેચ હારી નથી.
ચોથી વન-ડે મેચ પહેલા દક્ષિણ આફિકાની ટીમે અગાઊથી જ પિન્ક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેમજ આ ફોટોને ટીમે તેના ટ્વિટર એકાઊન્ટ શેર કર્યા હતા જેમાં ડેવિડ મિલર, એ બી ડિવિલિયર્સ અને ટીમના બઘા ખેલાડીઓ પિન્ક ડ્રેસિંગમાં જોવા મળ્યા હતા.
નોધનીય છે કે, આફ્રિકન ટીમ દ્વારા મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ઉભી કરવા માટે આ ડ્રેસમાં રમી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ પિંક વનડે ૨૦૧૧માં રમાઈ હતી જયારે શનિવારે રમાનારી ચોથી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા છઠી પિંક વનડે રમાશે. પિંક ટી-શર્ટ પહેરવાથી દક્ષિણ આફ્રિકાની ટીમ આજ સુધી એક પણ મેચ હારી નથી. દક્ષિણ આફિકાની ટીમેને આશા છે કે, તે આ મેચમાં પણ પોતાનો વિજયરથ જાળવી રાખશે.
એ બી ડિવિલિયર્સની પણ ટીમમાં વાપસી થઈ છે.
બીજી બાજુ પ્રથમ 3 વન-ડે મેચમાં ટીમમાંથી બહાર રહેલા એ બી ડિવિલિયર્સ આજે મેદાનમા રમતો જોવા મળશે. આગળીમાં ઈજા થયા બાદ તેની ટીમમાં વાપસી થઈ રહી છે પરંતુ આજની મેચમા રમવા અંગે શુક્રવારે બપોરે થનારા ફિટનેસ ટેસ્ટ બાદ જ નક્કી થશે.