ભારતના શાનદાર ફૂટબોલરમાંથી એક ફૂટબોલરમા શુમાર સુનિલ છેત્રીએ લિયોનેલ મેસ્સી, નેમાર અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના પ્રશંસકોને ભાવુક અપીલ કરી છે. સુનિલ છેત્રીએ કહ્યું કે, તમે અમને ગાળો આપો, અમારી ટીકા કરો પરંતુ ભારતીય ફૂટબોલ ટીમને જોવા માટે સ્ટેડિયમમાં આવો. ફૂટબોલ વિશ્વકપ શરુ થવામાં હવે માત્ર બે અઠવાડિયા જ બાકી છે.
પ્રસારક ફૂટબોલ પ્રેમીઓને હેસટેગ દ્વારા બીજા દેશ પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કરવાની અપિલ કરી રહ્યા છે. એવામાં ભારત માટે સૌથી વધારે ગોલ કરનાર સુનિલ છેત્રીએ પોતાના દેશવાસીઓને સપોર્ટ કરવા માટે આગ્રહ કર્યો છે.
છેત્રી સૌથી વધારે આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે પાંચવા સ્થાન પર છે. ભારતીય ઇન્ટરનેશનલ સ્તર પર 56 ગોલ કર્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 79 ગોલ સાથે ટોચના સાથે છે. આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસી 61 ગોલ સાથે બીજા સ્થાન પર છે અને સ્પેન ડેવિડ વિલા 59 ગોલ સાથે ત્રીજા સ્થાન પર છે અને ક્લીંટ ડેપ્સે 59 ગોલ સાથે ચોથા સ્થાન પર છે.
સુનિલ છેત્રીને સપોર્ટ કરતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં વિરાટ કોહલીએ લોકોને ફૂટબોલ જોવાની વિનંતી કરી હતી.
વિરાટ કોહલીએ કહ્યું કે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એવામાં ફેન્સને તેમનું સમર્થન કરવું જોઈએ. તેમને લોકોને સ્ટેડિયમમાં જઇને ટીમને ચીયર્સઅપ કરવાની પણ સલાહ આપી છે.
સુનિલ છેત્રીએ પ્રશંસકોને ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે ભારતીય ફૂટબોલ ટીમને જોવા માટે સ્ટેડિયમમાં આવો ત્યારે વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ફૂટબોલના કેપ્ટનના સમર્થનમાં ઉતર્યા છે, સચિન તેંદુલકરે કહ્યું આ ખુબ જ મહત્વનું છે કે આપણે બધા ખેલાડીઓને સમર્થન કરવું જોઈએ. તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એવામાં ફેન્સને તેમનું સમર્થન કરવું જોઈએ. સચિને કહ્યું કે આપણે સ્ટેડિયમમાં જવું જોઈએ અને તેમણે સમર્થન કરવું જોઈએ જયારે તે રમી રહ્યા હોય.