દુબઈ,
UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં શાનદાર જીત મેળવી છે, પરંતુ આ સાથે જ ભારતને એક ઝટકો પણ લાગ્યો છે.
પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે અને તેઓની જગ્યાએ ટીમમાં ઝળપી બોલર દીપક ચાહરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામેની ગ્રુપ મેચ દરમિયાન ઈજા પહોંચી અને ત્યારબાદ સ્ટ્રેચર દ્વારા મેદાનમાંથી બહાર લઇ જવામાં આવ્યો હતો.
ટીમમાં લેગ સ્પિનર અક્ષર પટેલની જગ્યાએ રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલને આંગળીમાં ઈજા પહોંચી હતી.
આ ઉપરાંત ઝડપી બોલર શાર્દૂલ ઠાકુરની જગ્યાએ સિદ્ધાર્થ કોલને મૌકો આપવામાં આવ્યો છે. નોધનીય છે કે, હોંગકોંગ સામેની મેચ દરમિયાન ઠાકુરને જમણા હાથમાં ગ્રોઈંગ ઇન્જરી થઇ હતી.
મહત્વનું છે કે, ટીમના ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાની અંતિમ વન-ડે મેચ ૬ જુલાઈ, ૨૦૧૭ના રોજ રમ્યો હતો, ત્યારબાદ તે સતત ટીમમાંથી બહાર હતો.