Not Set/ Asian Games 2018 : બજરંગ પુનિયાએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સમાં રવિવારે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ૨૪ વર્ષીય પહેલવાન બજરંગ પુનિયા ૬૫ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડી પુનિયાએ ફાઈનલમાં જાપાનના તાકાતાની ડાયચીને ૩-૧, (૧૧-૮)થી હરાવ્યો હતો. બજરંગ પુનિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે ૩ કરોડ રૂપિયાનો […]

Top Stories Trending Sports

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સમાં રવિવારે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ૨૪ વર્ષીય પહેલવાન બજરંગ પુનિયા ૬૫ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડી પુનિયાએ ફાઈનલમાં જાપાનના તાકાતાની ડાયચીને ૩-૧, (૧૧-૮)થી હરાવ્યો હતો.

બજરંગ પુનિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે ૩ કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બજરંગ પુનિયાને ગોલ્ડ મેડલ જીતવા પર શુભેચ્છા પાઠવી છે.

આ પહેલા સેમીફાઈનલમાં બજરંગ પુનિયાએ મંગોલિયાના બાટમગ નાઈ બૈટચુલુંને ૧૦-૦થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, પહેલવાન બજરંગ પુનિયાની ગણતરી દેશના મોટા કુસ્તીબાજ ખેલાડીઓમાં થાય છે. જયારે પણ તેઓ મૈટ પર ઉતરે છે ત્યારે દેશને ઘણી આશાઓ હોય છે. આ જ પ્રમાણે પુનિયાએ ૧૮મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવી વધુ એકવાર પોતાના દેશનું નામ રોશન કર્યું છે.

આ પહેલા ૨૦૧૩માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝમેડલ, ૨૦૧૪ અને ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે ૨૦૧૪માં રમાયેલા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ ભારતના ખાતામાં અપાવ્યો હતો. આ ઉપરાંત એશિયન ચેમ્પિયનશીપમાં પુનિયાએ એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યાં હતા.

આ પહેલા ભારતના સ્ટાર પહેલવાન અને બે વારના ઓલમ્પિક મેડલ વિનર સુશીલ કુમાર પુરુષોની ૭૪ કિગ્રા કેટેગરીમાં ક્વોલિફાય રાઉન્ડમાં હારવાની સાથેજ બહાર થઇ ગયા છે. આ મહત્વના મુકાબલામાં સુશીલ કુમારને બહરીનના એડમ બાતિરોવે ૫-૩થી હરાવ્યા હતા.

જયારે પહેલવાન સંદીપ તોમરે સારી શરૂઆત અપાવતા પુરુષોની ૫૭ કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. સંદીપે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તુર્કેમેનીસ્તાનના પહેલવાન રુસ્તમ નાજારોવને ૧૨-૮ થી હરાવ્યો છે.