Sports Authority of Gujarat/ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા રાજયની 230 શાળાઓના વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ,અને ખેલાડીઓને વિશેષ તાલીમ આપવામાં આવી

રાજયની 230શાળાઓના 1,20,680 વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને 12,930 ખેલાડીઓને વિશેષ તાલીમ માટે એકસાથે જોડવામાં આવ્યા રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોગ્રામ હેઠળ રાજ્યના 31 જિલ્લાની 41 શાળાઓમાં 5,796 વિધાર્થીઓને અદ્યતન તાલીમ આપવામાં આવી.

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 08 12T202204.935 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા રાજયની 230 શાળાઓના વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ,અને ખેલાડીઓને વિશેષ તાલીમ આપવામાં આવી

રાજયની 230શાળાઓના 1,20,680 વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને 12,930 ખેલાડીઓને વિશેષ તાલીમ માટે એકસાથે જોડવામાં આવ્યા રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોગ્રામ હેઠળ રાજ્યના 31 જિલ્લાની 41 શાળાઓમાં 5,796 વિધાર્થીઓને અદ્યતન તાલીમ આપવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રીશ્રી હર્શભાઈ સંઘવીની આગેવાનીમાં, ગુજરાત યુવા સશક્તિકરણમાં નવી પ્રગતિ સર કરી રહ્યું છે ત્યારે રાજ્યના ભાવિને ઘડનારા મહેનતુ અને પ્રતિભાશાળી યુવાઓનું સન્માન કરીને ગુજરાત ગર્વથી આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી રહ્યું છે.

રાજ્ય સરકાર યુવાનોના હિત માટે તથા તેમના ભવિષ્યના ઘડતર માટે હમેશાં તત્પર રહી છે, અને તેમના જીવનના ઘડતર તેમને સહાયરૂપ થાય તેવી અનેકો યોજના પણ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

આ યોજના હેઠળ તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના નાણાકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવા શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) 2.0

આ નવીન ઇકોસિસ્ટમ કેળવવી યુવાઓ પોતાના વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત કરી શકે છે.

કૌશલ્ય વર્ધન કેન્દ્રો (KVK)

આજના આ નોકરીઓના યુગમાં યુવાઓને ઉદ્યોગ-સંબંધિત તાલીમ પૂરી પાડવામાં આવે છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 08 12T202611.022 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા રાજયની 230 શાળાઓના વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ,અને ખેલાડીઓને વિશેષ તાલીમ આપવામાં આવી

સેન્ટર્સ ઑફ એક્સેલન્સ અને નોડલ આઈટીઆઈ

રાજ્યના યુવાનોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવા માટે અત્યાધુનિક તાલીમ સુવિધાઓનું નિર્માણ કરે છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) પણ પ્રભાવશાળી કાર્યક્રમો દ્વારા શારીરિક અને એથ્લેટિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

શાળામાં કાર્યક્રમ: રાજયની 230  શાળાઓના 120,680 વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને 12,930 ખેલાડીઓને વિશેષ તાલીમ માટે એકસાથે જોડવામાં આવ્યા.

રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોગ્રામ: આ પ્રોગ્રામ હેઠળ રાજ્યના 31 જિલ્લાની 41 શાળાઓમાં5,796 વિધાર્થીઓને અદ્યતન તાલીમ આપવામાં આવી.

સ્વામી વિવેકાનંદ સેન્ટર ઓફ એક્સેલન્સ એકેડેમી: 24 બિન-રહેણાંક અને 10 રહેણાંક એકેડેમીમાં અનુક્રમે1,023અને 683 ખેલાડીઓ માટે ઉત્તમ તાલિમ ઉપલબ્ધ કરવામાં આવી.

શક્તિદૂત યોજના હેઠળ 64 ખેલાડીઓને જરૂરિયાત આધારિત સહાય પૂરી પાડવામાં આવી.

રાજ્યના યુવાઓને આગળ ધપાવવાની અમારી આ પ્રતિબદ્ધતા શિક્ષણ અને રમતગમતને આગળથી વધતાં એન્ટી-ડ્રગ પહેલનો પણ સમાવેશ કરી રહ્યા છે.વ્યાપક જાગૃતિ અભિયાનો, સહાયક સેવાઓ અને સામુદાયિક જોડાણ સાથે આજના યુવાનોને તંદુરસ્ત રાખવા, ડ્રગ-મુક્ત જીવનશૈલીનો સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, યુવાનોની સુરક્ષા માટેની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મુક્તા ગુજરાત પોલીસે ઓગસ્ટમાં રૂ.838 કરોડનો ડ્રગ્સ જપ્ત કર્યો છે.
ગુજરાતના યુવાનોને સશક્ત બનાવવા માટેના અમારા અતૂટ સમર્પણને દર્શાવે છે. તેમના શિક્ષણ, કૌશલ્ય, રમતગમત અને સુખાકારીમાં રોકાણ કરીને, અમે માત્ર આત્મનિર્ભર રાજ્યનું નિર્માણ જ નથી કરી રહ્યા પરંતુ દેશવ્યાપી પ્રગતિ માટે એક માપદંડ પણ સ્થાપિત કરી રહ્યા છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!

આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં