દિલ્હી,
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(ડીડીસીએ)ના પૂર્વ સિલેક્શન કમિટીના ચેરમેન અમિત ભંડારી પર કેટલાંક ગુંડાઓએ મેદાન પર જ હોકી સ્ટિકથી હુમલો કર્યો હતો. જેમાં અમિત ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સારવાર માટે અમિતને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ અંડર 23 ટીમના ખેલાડીઓની પસંદગી માટે સેંટ સ્ટીફન્સ મેદાન પર ટ્રાયલ લેવામાં આવતી હતી. આ દરમિયાન પસંદગીકર્તા અમિત ભંડારી ખેલાડીઓને ચકાસી રહ્યા હતા.
આ સમયે અનુજ ધેડા નામનો ખેલાડી અમિત પર ધસી આવ્યો હતો અને તેમને મારવાનું શરૂ કર્યું હતું.અનુજની ટીમમાં પસંદગી નહી થવાના કારણે તે રોષે ભરાયો હતો.અનુજની સાથે બીજા દસ બાર છોકરાઓ પણ હતા જેમણે અમિત ભદારીને હોકી વડે પીટયા હતા
આ હુમલામાં અમિત ઘાયલ થતા સિવિલ લાઇન્સ પર આવેલી સંત પરમાનંદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પોલિસે અનુજ અને બીજા આરોપીઓની ધરપકડ કરી હતી.
અમિત ભંડારીએ ભારત માટે 2 વન ડે રમીછે. જેમાં તેણે કુલ ૫ વિકેટ ઝડપી છે. લિસ્ટ એની 105 મેચમાં 153 વિકેટ લીધી છે.જ્યારે ફર્સ્ટક્લાસની 95 મેચમાં તેમણે 314 વિકેટ ઝડપી છે.