દુબઈ,
યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપની ફાઈનલ મેચ ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે લિટન દાસની શાનદાર સદીની મદદથી ૨૨૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું.
જયારે ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે ૩ વિકેટ જયારે કેદાર જાધવેે ૨, બુમરાહે અને ચહલેે ૧ વિકેટ ઝડપી છે
ભારતીય ટીમે ૨૨૨ રનના ટાર્ગેટનો પીછો કરતા કેપ્ટન રોહિત શર્મા ૪૮ રન, શિખર ધવન ૧૫, અંબાતી રાયડુ ૨ રન, ડીકે ૩૭ રન, ધોની ૩૬ રન, જાડેજા ૨૩, ભૂવનેશ્વર કુમાર ૨૧ રન બનાવી આઉટ થયા હતા. જયારે કેદાર જાધવ ૨૩ અને કુલદિપ યાદવ 5 રને અણનમ રહ્યા અને ભારતને જીત અપાવી.
ઉલ્લેખનિય છે કે, આ જીત સાથે ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતે પોતાનું એશિયા કપનું ૭મું ટાઈટલ જીત્યું હતું.