મોસ્કો
હાલમા જ સમાપ્ત થયેલા ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમે 4-2 થી ક્રોએશિયા ટીમને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ફિફા એ આ વખતે પણ અઢળક પૈસાનો વરસાદ ટીમો પર કર્યો છે.
ફિફા એ કુલ ઇનામની રકમ 400 મીલીયન એટલે કે 2700 કરોડથી વધુ રાખી હતી. જેને ટીમો વચ્ચે એમના પ્રદર્શન મુજબ વહેચવામાં આવ્યા.
વિજેતા ટીમ ફ્રાન્સ 38 મીલીયન ડોલર એટલે કે 260 કરોડ રૂપિયાની હકદાર બની ગઈ છે. જયારે હારવા છતાં પણ બધાના દિલમાં સ્થાન મેળવનારી ક્રોએશિયા ટીમને 191 કરોડ રૂપિયા મળ્યા હતા.
ત્રીજા ક્રમે બેલ્જીયમ ટીમ હતી જેને 164 કરોડ રૂપિયા મળ્યા. બેલ્જીયમ ટીમથી હાર મળ્યા બાદ ઇંગ્લેન્ડ ટીમ 4 નંબર પર રહી અને ઇનામ સ્વરૂપે એમને 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
આ ઉપરાંત જે ટીમો ક્વાટર ફાઈનલ સુધી પહોચીને બહાર નીકળી ગઈ એ દરેકને 109 કરોડ રૂપિયા મળ્યા. જેમાં ઉરુગ્વે, બ્રાઝીલ, સ્વીડન અને રશિયા શામેલ છે.
આર્જેન્ટીના, પોર્ટુગલ, ડેન્માર્ક, મેક્સિકો, જાપાન, સ્વીત્ઝર્લેન્ડ, કોલંબિયા અને સ્પેન ને રાઉન્ડ 16 સુધી પહોચવા માટે 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
ગ્રુપ સ્ટેજ સુધી રમનારી ટીમોને 54 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જેમાં સાઉદી અરબ, મોરક્કો, ઈરાન, ઓસ્ટ્રેલીયા, પેરુ, પનામા, ટ્યુનેશીયા, પોલેન્ડ, સીનેગલ, આઇસલેન્ડ શામેલ છે.