Not Set/ ફિફા વર્લ્ડકપ : રોજો અને મેસ્સીના શાનદાર ગોલ સાથે જ આર્જેન્ટીનાએ અંતિમ-૧૬માં કર્યો પ્રવેશ

સેંટ પીટર્સબર્ગ, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં આર્જેન્ટીનાએ શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજોએ કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો. નાઈજીરિયા સામેની જીત સાથે જ આર્જેન્ટીનાનો આ વર્લ્ડકપમાં પ્રથમ વિજય મેળવ્યો છે. આ પહેલા વર્લ્ડકપની પ્રથમ મેચમાં આર્જેન્ટીના અને આઈસલેન્ડનો વચ્ચેનો […]

Top Stories Trending Sports
ફિફા વર્લ્ડકપ : રોજો અને મેસ્સીના શાનદાર ગોલ સાથે જ આર્જેન્ટીનાએ અંતિમ-૧૬માં કર્યો પ્રવેશ

સેંટ પીટર્સબર્ગ,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં આર્જેન્ટીનાએ શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજોએ કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો. નાઈજીરિયા સામેની જીત સાથે જ આર્જેન્ટીનાનો આ વર્લ્ડકપમાં પ્રથમ વિજય મેળવ્યો છે.

આ પહેલા વર્લ્ડકપની પ્રથમ મેચમાં આર્જેન્ટીના અને આઈસલેન્ડનો વચ્ચેનો મુકાબલો ૧-૧થી ડ્રો રહ્યો હતો જયારે બીજી મેચમાં ક્રોએશિયા સે ૩-૦થી હાર મળી હતી.

ફિફા વર્લ્ડકપ : રોજો અને મેસ્સીના શાનદાર ગોલ સાથે જ આર્જેન્ટીનાએ અંતિમ-૧૬માં કર્યો પ્રવેશ

નાઈજીરિયા સામે રમાયેલી મેચમાં આર્જેન્ટીનાની સકારત્મક શરૂઆત રહી હતી. સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ લાંબા સમય બાદ ૧૪મી મિનિટમાં શાનદાર ગોલ કરતા પોતાની ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. મેસ્સીને સાથી ખેલાડી બેનેગાએ બોલ પાસ કર્યો હતો અને ત્યારબાદ તેને મેસ્સીએ ગોલમાં પ્રવર્તિત કર્યો હતો.

આ સાથે જ મેસ્સીએ આ વર્લ્ડમાં પોતાનું ખાતું ખોલ્યું હતું, બીજી બાજુ વર્લ્ડકપમાં ૧૦૦મો ગોલ હતો.

મેચના પ્રથમ હાફમાં આર્જેન્ટીનાની ટીમને ખુશી મળી હતી, પરંતુ બીજા હાફમાં આં ખુશી લાંબા સમય સુધી ટકી શકી ન હતી. માશ્ચેરાનોએ નાઈજીરિયન પ્લેયર બાલોગનને પેનલ્ટી એરિયામાં ડ્રોપ કર્યો હતો અને ત્યારબાદ નાઈજીરિયાને પેનલ્ટી નદી હતી, જેમાં વિક્ટર મોસેસે ૫૧મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ૧-૧થી બરાબરી કરાવી હતી.

બીજા હાફમાં બંને ટીમો વચ્ચે શાનદાર રમત જોવા મળી હતી. આ દરમિયાન આર્જેન્ટીનાને ૮૧મી મિનિટમાં ગોલ કરવાનો મૌકો મળ્યો હતો પરંતુ તે ગોલ કરવામાં અસફળ રહ્યા હતા. જો કે ત્યારબાદ રોજોએ આગળનો મૌકો છોડ્યો ન હતો.

મેચની ૮૬મી મિનિટમાં ગેબ્રિયલ ઇવાન માર્સડોના શાનદાર ક્રોસ પર રોજોએ એક શોટને ગોલમાં પ્રવર્તિત કરી આર્જેન્ટીનાને ૨-૧ની લીડ અપાવી હતી. રોજોએ શાનદાર ગોલ કરી પોતાની ટીમને અપાવેલી આ લીડ મેચના અંત સુધી કાયમ રહી હતી અને આર્જેન્ટીનાએ અંતિમ – ૧૬માં પ્રવેશ કર્યો હતો.