Not Set/ આગામી વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ કરાયો જાહેર, ભારત આ દેશ સામે રમશે પહેલી મેચ

દુબઈ, ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આગામી વર્ષે રમનારા ટી-૨૦ વર્લ્ડકપના (પુરુષ અને મહિલા) કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે. આ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. જો કે આ પહેલીવાર બની રહ્યું છે, જયારે એક જ વર્ષમાં પુરુષ અને મહિલા એમ બંને ICC ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન કરાઈ રહ્યું છે. The #T20WorldCup fixtures were announced today. Mark your calendars!FULL […]

Top Stories Trending Sports
DyDdSUwUcAA6mN7 આગામી વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ કરાયો જાહેર, ભારત આ દેશ સામે રમશે પહેલી મેચ

દુબઈ,

ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આગામી વર્ષે રમનારા ટી-૨૦ વર્લ્ડકપના (પુરુષ અને મહિલા) કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે. આ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે.

જો કે આ પહેલીવાર બની રહ્યું છે, જયારે એક જ વર્ષમાં પુરુષ અને મહિલા એમ બંને ICC ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન કરાઈ રહ્યું છે.

મેન્સ વર્લ્ડકપની વાત કરવામાં આવે તો, આ ટુર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી લઇ ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી રમાશે. જેમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૨૪ ઓકટોબરથી સાઉથ આફ્રિકા સામેથી કરશે, જયારે આ વર્લ્ડકપની ફાઈનલ ૧૫ નવેમ્બરના રોજ રમાશે.

આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમો એકબીજા સામે ટકરાશે અને કુલ ૪૫ મેચો રમાશે.

આ જ પ્રમાણે મહિલા વર્લ્ડકપનો આગાજ ૨૧ ફેબ્રુઆરીથી થશે અને તે ૮ માર્ચના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન ભારતીય મહિલા ટીમ પોતાની પ્રથમ મેચ ૨૧ ફેબ્રુઆરીના રોજ યજમાન ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ ૮ માર્ચના રોજ મેલબર્નમાં રમાશે.

જો કે આ પહેલી વખત હશે જયારે ૮ માર્ચ “વિશ્વ મહિલા દિવસ” પર આ ફાઈનલ મુકાબલો રમાશે.

મહિલા વર્લ્ડકપમાં કુલ ૧૦ ટીમો હશે અને એમાં કુલ ૨૩ મેચ રમાશે.