નવી દિલ્હી,
TV શો “કોફી વિથ કરણ” શો પર ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ દ્વારા મહિલાઓ વિરુધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના મામલે BCCI દ્વારા આ બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ આ બંને ખેલાડીઓની ખુબ આલોચનાઓ કરાઈ છે, ત્યારે આ વચ્ચે ભારતના સ્પિન બોલર હરભજન સિંહની એક પ્રતિક્રિયા સામે આવી છે.
હાર્દિક પંડ્યા અને રાહુલને આડે હાથ લેતા તેઓએ કહ્યું, “આ વિવાદ બાદ જો ક્યારેય પણ ટીમ કોઈ બસમાં માટે પોતાની દીકરી કે પત્નીની સાથે જવાનું થાય, સાથે જો પંડ્યા અને રાહુલ પણ હાજર હોય તો હું આ બસમાં મુસાફરી કરીશ નહિ”.
ભારતના દિગ્ગજ સ્પિનરોમાંના એક એવા હરભજને જણાવ્યું “મહિલાઓને લઈ બંને ખેલાડીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલે ક્રિકેટરોની સાખ દાવ પર લગાવી દીધી છે”.
તેઓએ વધુમાં કહ્યું, “અમે અહિયાં સુધીની વાત પોતાના મિત્રોની સાથે પણ કરતા નથી, પરંતુ તેઓએ સાર્વજનિક રીતે TV પર જ આ પ્રકાર (અભદ્ર)ની વાતો કરી રહ્યા હતા”.
શું છે આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.
જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.