દુબઈ,
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતને ૨-૧થી મળેલી ઐતિહાસિક જીતનો ફાયદો ભારતીય ટીમ અને વિરાટ કોહલીને થયો છે અને તેઓએ પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સોમવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ૧૧૬ પોઈન્ટ છે અને તે વર્લ્ડ ક્રિકેટમાં પ્રથમ સ્થાને યથાવત છે. જયારે કેપ્ટન વિરાટ કોહલી પણ બેટ્સમેનોની યાદીમાં ૯૨૨ પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે.
વિરાટ કોહલી બાદ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ૮૯૭ પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે. જો કે કોહલી કરતા તે ૨૫ પોઈન્ટ પાછળ છે.
ભારતની બીજી વોલ કહેવાતા ચેતેશ્વર પુજારા ત્રીજા સ્થાન પર યથાવત છે, જયારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પોતાના કેરિયરનું સર્વશ્રેષ્ઠ ૧૭મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પાંચમા અને આર. અશ્વિન નવમાં તેમજ જસપ્રીત બુમરાહે ૧૫માં સ્થાને છે.