મંગળવારે ઓરિસ્સામાં ભુન્વેશ્વર શહેરમાં ઓરિસ્સા મેન્સ હોકી વિશ્વ કપ ૨૦૧૮ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે.
કલિંગા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડીયમ તિરંગાનો રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને કે જેને હોકીથી ઘણો લગાવ છે તેમણે ઓપનીંગ સેરેમનીમાં હાજરીમાં હાજરી આપી હતી.
એ આર રહેમાને પણ વંદે માતરમ અને જય હિંદ ઇન્ડિયા ગાઈને પોતાના અવાજનો જાદુ ફેલાવી દીધો હતો.
આખું સ્ટેડીયમ હોકીના ચાહકોથી ખચોખચ ભરેલું હતું.
માધુરી દીક્ષિતે ધરતી કા ગીત પર ૧૦૦૦ કલાકારો સાથે પરફોર્મન્સ આપ્યું હતું.
ઓપનીંગ સેરેમનીની શરૂઆત થતા જ ઇન્ડિયા ઇન્ડિયાના નારાથી કલિંગા સ્ટેડીયમ ગુંજી ઉઠ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ વર્ષે વિશ્વભરની ૧૬ ટીમ ભાગ લઇ રહી છે આ મેચ ૨૮ નવેમ્બરથી ૧૬ ડીસેમ્બર સુધી ચાલશે.
વર્લ્ડ કપની ૧૬ ટીમને ચાર ભાગમાં વહેચી દેવામાં આવી છે જેમાં ભારતને પૂલ ‘ સી ‘ માં અને પાકિસ્તાનને પૂલ ‘ ડી ‘ માં જગ્યા મળી છે.
ભારત પોતાની પ્રથમ મેચ ૨૮ નવેમ્બરના રોજ દક્ષીણ આફ્રિકા સામે રમવાનું છે.