ભારતનો સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થતા દેશભરમાં સટ્ટા બજારમાં 10 હજાર કરોડનું ધોવાણ થયું છે.વર્લ્ડ કપમાં હોટ ફેવરીટ ગણાતી ભારતની જીત પર કરોડો રૂપિયા લગાવી ચૂકેલા ખેલીઓ અને બુકીઓને રોવાનાં દિવસો આવ્યા છે.મેચ દરમિયાન એટલી ઉથલપાથલ થયેલી કે સટ્ટા બજારમાં પણ અફરાતફરી મચી ગઇ હતી.
મુંબઈના બુકી બજારના સૂત્રોના કહેવા પ્રમાણે છેલ્લી 10 ઓવરમાં જ 5 હજાર કરોડની ઉથલપાથલ થઈ છે.ધોની અને જાડેજાની 100 રનની ભાગીદારીએ ભારતની જીતની આશા જીવંત કરી તેની સાથે અનેક ખેલીઓના ખિસ્સા પણ ખખેરી લીધા હતા.
સૌરાષ્ટ્રના ક્રિકેટ સટ્ટાનું એ.પી.સેન્ટર ગણાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બુકી બજારમાં પણ મોટી ઉથલપાથલ થઈ છે. અંદાજે એકાદ હજાર કરોડથી વધુના ખેલાયેલા સટ્ટામાં બુકીઓએ રડવાનો દિવસ આવ્યો હતો.
સેમી ફાઈનલ પહેલા ભારત 25/27 પૈસા સાથે જીત માટે હોટ ફેવરીટ હતું. ભારતની જીત પર અસંખ્ય પંટરોએ રૂપીયા લગાવ્યા હતા. હવે બુકીઓના જ આઈ.ડી. પર ક્રિકેટ સટ્ટા રમાય છે અને સ્થાનિક લેવલે બુકીઓ લાઈન આઈડી પેટા બુકીઓને પંટરોને આપતા હોય છે અને આઈ.ડી. મારફતે જ કરોડોની હારજીતના સોદા પડે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ગોંડલ, વેરાવળ, મોરબી સહિતના સેન્ટરો ઉપરાંત તાલુકા લેવલે પણ આજે સેમીફાઈનલ મેચને લઈને કરોડોનો સટ્ટો રમાયો હતો.
બુકી સુત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં જ આજના મેચ પર અંદાજે એકાદ હજાર કરોડથી વધુનો સટ્ટો ખેલાયો હતો. મેચમાં સતત ચડાવ ઉતાર રહેતા ભેજાથી રમનારા પંટરો માલામાલ થયા હતા જ્યારે ભારત જ જીતે તેવી લાગણીથી રૂપીયા લગાવનારાએ ખોટ ખમવી પડી છે. બુકીઓ કરોડોમાં ધોવાયાનું અને ઘણાખરાએ મેચના ચડાવ ઉતારમાં હારજીતની ખોટનું ખાતું સરભર કરી લીધું હતું. સ્ટાર્ટીંગમાં ભારત વીનનો ભાવ ખુલ્યો, લો સ્કોરથી ભારતની જીત આશ વધુ મજબુત બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન