નવી દિલ્હી,
એક સમય હતો જયારે કોઈ પણ મોટી સેલેબ્રેટીનું લોકપ્રિયતાનો અંદાજ પોતાના ફ્રેન્ડસ ફોલોઅર્સથી લગાવવામાં આવતો હતો, પરંતુ હવે સોશિયલ મીડિયામાંના સમયમાં ફ્રેન્ડસ ફોલોવિંગ દ્વારા આ સ્ટાર્સ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
દુનિયાની મોટી સેલેબ્રેટી આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે કમાણી કરી રહ્યા છે તે જાણીને તમે એક સમયે ચકિત થઇ શકો છો, કારણ કે આ કમાણી કરોડો રૂપિયામાં છે.
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક કોમર્શિયલ પોસ્ટ કરીને કમાણી કરવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટોચના ક્રમે છે.
ઈન્સ્ટાગ્રામના શેડ્યુલર હોપર HQ દ્વારા વર્ષ ૨૦૧૮ની ઈન્સ્ટાગ્રામની એક “રિચ લિસ્ટ” તૈયાર કરી છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી એક સ્પોન્સર પોસ્ટથી ૧.૨૦ લાખ ડોલર એટલે કે ૮૨,૪૫,૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે.
જો કે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા વિરાટ કોહલી જે કમાણી કરી રહ્યા છે તે જાણીને ચકિત થઇ શકો છો, પરંતુ દુનિયામાં આ મામલે ૧૭માં નંબરે છે.
આ લિસ્ટમાં પ્રથમ નંબર પર અમેરિકાની સેલિબ્રેટી કૈલી જેનર છે, જે એક પોસ્ટ માટે સાત કરોડ ૫૦ લાખ રૂપિયાની કમાણી કરે છે. જયારે બીજા નંબરે સેલીના ગોમ્સ છે જે ૮,૦૦,૦૦૦ ડોલર રૂપિયાની કમાણી કરે છે અને ત્યારબાદ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો છે, જેઓ પોતાની એક પોસ્ટ દ્વારા ૫ કરોડ ૧૫ લાખ રૂપિયા વસૂલ કરે છે.