Not Set/ #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે હાંસલ કરી ઐતિહાસિક જીત

એડિલેડ, એડિલેડમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. પહેલી ટેસ્ટમાં ભારતે યજમાન કાંગારું ટીમને ૩૧ રનથી હરાવવાની સાથે જ ૪ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ પણ મેળવી લીધી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન બનવી શકી હતી અને ભારતીય […]

Top Stories Trending Sports
DuCBJVcXgAEuQfS #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે હાંસલ કરી ઐતિહાસિક જીત

એડિલેડ,

એડિલેડમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. પહેલી ટેસ્ટમાં ભારતે યજમાન કાંગારું ટીમને ૩૧ રનથી હરાવવાની સાથે જ ૪ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ પણ મેળવી લીધી છે.

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન બનવી શકી હતી અને ભારતીય ટીમે ૩૧ રને શાનદાર જીત મેળવી છે. પહેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારત માટે સંકટમોચક બનેલા ચેતેશ્વર પૂજારાને “મેન ઓફ ધ મેચ” એવોર્ડ આપવામાં આવ્યો છે. 

#INDvAUS : એડિલેડ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે હાંસલ કરી ઐતિહાસિક જીત
sports-indvaus-india-beat-australia-by-31-runs-in-adelaide-test

આ પહેલા વર્ષ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પર્થ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો, જયારે એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે ૧૫ વર્ષ બાદ ભારત ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે.

પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે પુજારાની શાનદાર સદી સાથે ૨૫૦ રન બનાવ્યા હતા, ત્યારબાદ યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા ૨૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ છે. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમે ૩૦૭ રન બનાવ્યા હતા અને કાંગારું ટીમને ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ કાંગારું ટીમ માત્ર ૨૯૧ રન જ બનાવી શકી હતી.

૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા ૨૯૧ રનમાં સમેટાયું

DuCDrs2V4AE Kwq #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે હાંસલ કરી ઐતિહાસિક જીત
sports-indvaus-india-beat-australia-by-31-runs-in-adelaide-test

ભારત દ્વારા અપાયેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા માત્ર ૨૯૧ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. કાંગારું ટીમ તરફથી શોન માર્શે સૌથી વધુ ૬૦ રન અને કેપ્ટન ટીમ પેઇને ૪૧ રન બનાવ્યા હતા. આ સિવાય ભારતના બોલરો સામે અન્ય કોઈ કાંગારું બેટ્સમેન ટકી શક્યો ન હતો.

ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ તેમજ સ્પિનર આર અશ્વિને ૩-૩ વિકેટ જયારે ઇશાંત શર્માએ ૧ વિકેટ ઝડપી હતી. 

ભારત બીજી ઇનિંગ્સમાં ૩૦૬ રનમાં થયું ઓલઆઉટ 

આ પહેલા ભરતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૦૬ રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગ્સની ૧૫ રનની લીડ સાથે ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુરલી વિજય ૧૮ રન, કેપ્ટન કોહલી ૩૪ રન, પંત ૨૮ રન અને કે એલ રાહુલ ૪૪ રન બનાવી આઉટ થયા છે. 

જયારે ચેતેશ્વર પૂજારા ૭૧ રન અને રહાને ૭૦ રન બનાવ્યા હતા. જયારે કાંગારું ટીમ તરફથી સ્પિન બોલર નાથન લયને સૌથી વધુ ૬ વિકેટ  અને સ્ટાર્કે ૩ વિકેટ હાંસલ કરી હતી

ઓસ્ટ્રેલિયા ૨૩૫ રનમાં થયું તંબુભેગું

#INDvAUS : એડિલેડ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે હાંસલ કરી ઐતિહાસિક જીત
sports-indvaus-india-beat-australia-by-31-runs-in-adelaide-test

ભારતીય ટીમે ૨૫૦ રનબનાવ્યા બાદ યજમાન ટીમે પોતાની પ્રથમ ઇનિગ્સમાં ૨૩૫ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડે સૌથી વધુ ૭૨ રન બનાવ્યા હતા, જયારે હેન્ડ્સકોબે ૩૪ રન અને ઉસ્માન ખ્વાજાએ ૨૮ રન બનાવ્યા હતા.

ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ તેમજ સ્પિનર આર અશ્વિને ૩-૩ વિકેટ જયારે ઇશાંત શર્માએ ૧ વિકેટ ઝડપી હતી.

ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૨૫૦ રન

આ પહેલા ઇનિંગ્સની શરૂઆતમાં જ ભારતનો ધબડકો થયો હતો. ટીમ ઇન્ડિયાએ માત્ર ૪૧ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૨ રન, મુરલી વિજય ૧૧ રન, કેપ્ટન વિરાટ કોહલી ૩ રન અને અજિંક્ય રહાને ૧૩ રન બનાવી આઉટ થયા હતા.

DuCD0HUWwAAQoWi #INDvAUS : એડિલેડ ટેસ્ટમાં વિરાટ બ્રિગેડે હાંસલ કરી ઐતિહાસિક જીત
sports-indvaus-india-beat-australia-by-31-runs-in-adelaide-test

ભારતીય ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારતા કેરિયરની ૧૬મી સદી ફટકારી છે. આ સાથે જ પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૫૦૦૦ હજાર રન પણ પૂર્ણ કર્યા છે. પુજારા ૧૨૩ રન બનાવી આઉટ થયો હતો.

જો કે ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માની જોડીએ પાંચમી વિકેટ માટે ૪૫ રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ પછીથી રોહિત શર્મા ૩૭ રન બનાવી આઉટ થયો હતો, જયારે ઋષભ પંત ૨૫ રન, આર. અશ્વિન ૨૫ બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર જોશ હેઝલવુડે ૩ વિકેટ, તેમજ નાથન લયન, મિચેલ સ્ટાર્ક અને કમિન્સે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.