એડિલેડ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે પુજારાની શાનદાર સદી સાથે ૨૫૦ રન બનાવ્યા હતા, ત્યારબાદ યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા ૨૩૫ રનમાં ઓલઆઉટ થઇ ગઈ છે. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમે ૩૦૬ રન બનાવ્યા હતા અને કાંગારું ટીમને ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારત દ્વારા આપવામાં આવેલા ૩૨૩ રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધીમાં ૪ વિકેટના નુકશાને ૧૦૪ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન એરોન ફિન્ચ ૧૧ રન, ઉસ્માન ખ્વાજા ૮ રન, હેરિસ ૨૬ રન અને હેન્ડ્સકોમ્બ ૧૪ રન બનાવી આઉટ થયા છે. હાલમાં શોન માર્શ ૩૧ રન અને ટ્રેવિસ હેડ ૧૧ રને રમતમાં છે.
ભારત બીજી ઇનિંગ્સમાં ૩૦૬ રનમાં થયું ઓલઆઉટ
આ પહેલા ભરતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૦૬ રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગ્સની ૧૫ રનની લીડ સાથે ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો છે. મુરલી વિજય ૧૮ રન, કેપ્ટન કોહલી ૩૪ રન, પંત ૨૮ રન અને કે એલ રાહુલ ૪૪ રન બનાવી આઉટ થયા છે. જયારે ચેતેશ્વર પૂજારા ૭૧ રન અને રહાને ૭૦ રન બનાવ્યા હતા.
જયારે કાંગારું ટીમ તરફથી સ્પિન બોલર નાથન લયને સૌથી વધુ ૬ વિકેટ અને સ્ટાર્કે ૩ વિકેટ હાંસલ કરી હતી
ઓસ્ટ્રેલિયા ૨૩૫ રનમાં થયું તંબુભેગું
ભારતીય ટીમે ૨૫૦ રનબનાવ્યા બાદ યજમાન ટીમે પોતાની પ્રથમ ઇનિગ્સમાં ૨૩૫ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડે સૌથી વધુ ૭૨ રન બનાવ્યા હતા, જયારે હેન્ડ્સકોબે ૩૪ રન અને ઉસ્માન ખ્વાજાએ ૨૮ રન બનાવ્યા હતા.
ભારત તરફથી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને આર અશ્વિને ૩-૩ વિકેટ જયારે ઇશાંત શર્મા અને મોહમ્મદ શામીએ ૨-૨ વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારતા કેરિયરની ૧૬મી સદી ફટકારી છે. આ સાથે જ પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૫૦૦૦ હજાર રન પણ પૂર્ણ કર્યા છે. પુજારા ૧૨૩ રન બનાવી આઉટ થયો છે, જયારે હાલમાં મોહમ્મદ શામી ૬ રને રમતમાં છે.
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૨૫૦ રન
આ પહેલા ઇનિંગ્સની શરૂઆતમાં જ ભારતનો ધબડકો થયો હતો. ટીમ ઇન્ડિયાએ માત્ર ૪૧ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૨ રન, મુરલી વિજય ૧૧ રન, કેપ્ટન વિરાટ કોહલી ૩ રન અને અજિંક્ય રહાને ૧૩ રન બનાવી આઉટ થયા હતા.
જો કે ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માની જોડીએ પાંચમી વિકેટ માટે ૪૫ રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ પછીથી રોહિત શર્મા ૩૭ રન બનાવી આઉટ થયો હતો, જયારે ઋષભ પંત ૨૫ રન, આર. અશ્વિન ૨૫ બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.
જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર જોશ હેઝલવુડે ૩ વિકેટ, તેમજ નાથન લયન, મિચેલ સ્ટાર્ક અને કમિન્સે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.