માઉન્ટ માઉંગાનુઈ,
માઉન્ટ માઉંગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી મેચમાં ભારતીય ટીમનો ૭ વિકેટે શાનદાર વિજય થયો છે. આ સાથે જ ભારતે ન્યુઝીલેન્ડની ધરતી પર ૧૦ વર્ષ બાદ કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે.
ભારતના વિજયમાં ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ૬૨ રન અને વિરાટ કોહલી ૬૦ રન બનાવી આઉટ થયા છે. જયારે અંબાતી રાયડુ ૪૦ રન અને દિનેશ કાર્તિક ૩૮ રને અણનમ રહ્યા હતા.

જો કે આ દરમિયાન રોહિત શર્માએ પોતાની ૬૨ રનની ઇનિંગ્સ દરમિયાન ૨ સિક્સર ફટકારી હતી અને આ સાથે જ રોહિતે એક ખાસ ઉપલબ્ધિ પણ હાંસલ કરી છે.

હકીકતમાં ભારતીય ટીમના રો-હિત શર્માએ પોતાની ૧૯૯મી વન-ડેમાં બે સિક્સર મારવાની સાથે જ કુલ ૨૧૫ સિક્સર મારી છે અને ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારવાના ધોનીના રેકોર્ડની બરાબરી કરી છે.
આ પહેલા ભારત તરફથી એમ એસ ધોનીએ સૌથી વધુ ૨૧૫ સિક્સર ફટકારી હતી. આ સાથે હવે રોહિતે પણ ૨૧૫ સિક્સર મારી છે.