નવી દિલ્હી,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ૪ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે કાંગારું ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ બોર્ડ દ્વારા ઘોષિત કરવામાં આવેલી ૧૪ સભ્યોની ટીમમાં ઓપનર બેટ્સમેન માર્કસ હેરિસને પહેલીવાર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમના ચીફ સિલેકટર ટ્રેવર હોન્સે કહ્યું હતું કે, “હેરિસે ડોમેસ્ટિક ક્રિકેટમ પોતાનું શાનદાર પ્રદર્શન સાબિત કર્યું છે. તેઓ માનસિક રૂપથી નેશનલ ટીમ માટે રમવા માટે પૂરી રીતે તૈયાર છે”.
કાંગારું ટીમમાં હેરિસ ઉપલબ્ધ ઝડપી બોલર ક્રિસ ટ્રીમેન તેમજ ઉસ્માન ખ્વાજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત યુંએઈમાં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાંથી બહાર રહેલા પીટર હેન્ડ્સકોમ્બને પણ ટીમમાં સ્થાન અપાયું છે. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન ટિમ પેઈનના હાથમાં આપવામાં આવી છે.
ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ :
ટિમ પેન (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, પીટર હેન્ડ્સકોમ્બ, જોસ હેઝલવૂડ, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, નાથન લાયન, મિચેલ માર્શ, શોન માર્શ, પીટર શિડલ, મિશેલ સ્ટાર્ક, ક્રિસ ટ્રીમેન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટનો કાર્યક્રમ :
૧. પહેલી ટેસ્ટ : ૬ થી ૧૦ ડિસેમ્બર : એડિલેડ
૨. બીજી ટેસ્ટ : ૧૪ થી ૧૮ ડિસેમ્બર : પર્થ
૩. ત્રીજી ટેસ્ટ : ૨૬ થી ૩૦ ડિસેમ્બર : મેલબર્ન
૪. ચોથી ટેસ્ટ : ૩ થી ૭ જાન્યુઆરી : સિડની