Not Set/ સ્પોર્ટ્સ/ IPL-2020 નું વાનખેડે સ્ટેડિયમથી થશે શુભારંભ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની 2020 આવૃત્તિનું ઉદ્ઘાટન 29 માર્ચે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ખાતે કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના ઘરમાં રમતા ટાઇટલ બચાવવાનો પોતાનું અભિયાન શરૂ કરશે. દિલ્હી કેપિટલ્સનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતની તારીખ 29 માર્ચ નક્કી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે […]

Top Stories Sports
IPL 2020 સ્પોર્ટ્સ/ IPL-2020 નું વાનખેડે સ્ટેડિયમથી થશે શુભારંભ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની 2020 આવૃત્તિનું ઉદ્ઘાટન 29 માર્ચે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ખાતે કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના ઘરમાં રમતા ટાઇટલ બચાવવાનો પોતાનું અભિયાન શરૂ કરશે. દિલ્હી કેપિટલ્સનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતની તારીખ 29 માર્ચ નક્કી કરવામાં આવી છે.

Image result for ipl 2020 schedule

અધિકારીએ જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું છે કે આઈપીએલનું 2020 એડિશન 29 માર્ચે મુંબઈમાં શરૂ થશે. આનો અર્થ એ થશે કે શરૂઆતમાં મેચ રમતી કેટલીક ટીમોને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓની સેવાઓ મળશે નહીં. તેનું કારણ એ છે કે તે સમયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ ચાલી રહી હશે અને તે જ રીતે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમો પણ ટેસ્ટ સિરીઝ રમતી હશે, જેનું સમાપન 31 માર્ચે થશે.

Related image

ફ્રેંચાઇઝનાં એક વરિષ્ઠ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ફરી એકવાર જૂના ફોર્મેટનાં આધારે ડબલ હેડરનું આયોજન કરશે અને આ ટૂર્નામેન્ટ 1 એપ્રિલથી શરૂ થશે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આ સિઝનમાં વધુને વધુ ડબલ હેડર મેળવવાની તરફેણમાં છે કારણ કે તેનું માનવું છે કે તેનાથી દર્શકોને જોવા માટે એક સારો સમય મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.