બેંગલુરુ,
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની પ્રતિભા બતાવી ચુકેલા અને ભારત તરફથી ૩ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમી ચુકેલા ઝડપી બોલર મોહમ્મદ સિરાજ હાલ પોતાના સૌથી શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે.
ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર સિરાજને હાલમાં રમનારા એશિયા કપની ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ વર્તમાન સમયમાં તે પોતાના તૂફાની ફોર્મના કારણે તમામ માટે ચર્ચાનો વિષય બન્યો છે.
૫ મેચમાં ઝડપી ૪૦ વિકેટ
હૈદરાબાદના ઝડપી બોલર મોહમ્મદ સિરાજની વાત કરવામાં આવે તો, તેને આ વર્ષે રમાયેલી ડોમેસ્ટિક ક્રિકેટની ૫ મેચમાં તૂફાન મચાવતા ૪૦ વિકેટ ઝડપી છે.
આ તૂફાની ફોર્મમાંથી સિરાજની ઘાતક બોલિંગ પણ છે જયારે તેને બેંગલુરુમાં રમાઈ રહેલી ઓફિશિયલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા-Aની પ્રથમ ઇનિંગ્સને વેર વિખર કરી નાખી હતી.
ઓસ્ટ્રેલિયા-Aની બેટિંગ લાઈનઅપને કરી વેર વિખેર
બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા-Aની પ્રથમ ઇનિંગ્સમાં સિરાજે ૫૯ રન આપીને સૌથી વધુ ૮ કાંગારું બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા. મોહમ્મદ સિરાજનું ઇન્ડિયા – A તરફથી રમતા આ બોલિંગ નું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ છે.
હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પીચો પર રમનારા કાંગારું બેટ્સમેનોએ મોહમ્મદ સિરાજની તૂફાની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. સિરાજે આ મેચમાં કુલ ૧૧ વિકેટ ઝડપી હતી. જેમાં પ્રથમ ઇનિંગ્સમાં ૮ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ સિરાજનું વર્ષ ૨૦૧૮માં પ્રદર્શન :
મેચ – ૫
ઇનિંગ્સ – ૯
કુલ વિકેટ – ૪૦
સરેરાશ – 15.08
શ્રેષ્ઠ – ૫૯/૮