Not Set/ BCCI ના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નામના દૂરુપયોગથી લાખોની છેતરપીંડી, ફરિયાદ દાખલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નામના દૂરપયોગથી લાખો રૂપિયાની છેતરપીંડી થયા હોવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં બીસીસીઆઇના પસંદગીકાર એમએસ કે પ્રસાદે તેના નામના દૂરુપયોગ કરીને કોઇએ લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો દાવો કર્યો છે. પ્રસાદ અનુસાર આ છેતરપીંડી કરનાર આરોપીની ઓળખ બુદુમુરી નાગારાજુ તરીકે થઇ છે. તે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાનો વતની […]

Uncategorized
MSK Prasad BCCI ના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નામના દૂરુપયોગથી લાખોની છેતરપીંડી, ફરિયાદ દાખલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નામના દૂરપયોગથી લાખો રૂપિયાની છેતરપીંડી થયા હોવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં બીસીસીઆઇના પસંદગીકાર એમએસ કે પ્રસાદે તેના નામના દૂરુપયોગ કરીને કોઇએ લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો દાવો કર્યો છે. પ્રસાદ અનુસાર આ છેતરપીંડી કરનાર આરોપીની ઓળખ બુદુમુરી નાગારાજુ તરીકે થઇ છે. તે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાનો વતની છે. તેને પ્રસાદના નામનો દૂરુપયોગ કરીને મોટા ગજાના ઉદ્યોગપતિ સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી છે. આ ઠગાઇ બાદ પ્રસાદે આરોપી વિરુદ્વ ફરિયાદ દાખલ કરી છે.

પ્રસાદ અનુસાર ઘણા ઉદ્યોગપતિએ તેનાથી ફરિયાદ કરી છે કે કોઇ શખ્સ છે જે તેનું નામ લઇને ફોન કરે છે. પ્રસાદ તેનો જન્મદિવસ ઉજવવા માટે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા જ્યાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવા સમયે મીડિયા સાથે વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

આરોપી નાગારાજુએ ટ્રૂ કોલર એપમાં પણ તેનું નામ એમએસકે પ્રસાદના નામે રાખ્યું છે. જેને કારણે અનેક ઉદ્યોગપતિ તેના વાતોમાં આવીને છેતરપીંડીનો ભોગ બને છે.