Not Set/ BCCI દ્વારા અર્જુન એવોર્ડ માટે આ ખેલાડીઓના નામ કરાયા નોમિનેટ

દિલ્લી, ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા ઇન્ડિયન ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યા છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ અર્જુન એવોર્ડ માટેના શિખર ધવન અને સ્મૃતિ મંધાનાના નામ અંગેની જાણકારી […]

Sports
gfggg 1 BCCI દ્વારા અર્જુન એવોર્ડ માટે આ ખેલાડીઓના નામ કરાયા નોમિનેટ

દિલ્લી,

ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા ઇન્ડિયન ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યા છે.

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ અર્જુન એવોર્ડ માટેના શિખર ધવન અને સ્મૃતિ મંધાનાના નામ અંગેની જાણકારી આપી હતી.

૩૨ વર્ષીય સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવને વર્ષ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાંથી ડેબ્યુ કર્યા બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેમજ હાલમાં તે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમી રહ્યો છે.

જયારે ૨૧ વર્ષીય મહિલા ક્રિકેટની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પણ ગત વર્ષે ઈંગ્લેંડમાં રમાયેલા ICC મહિલા વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને ફાઈનલ સુધી પહોચાડવા માટે અગત્યનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સ્મૃતિ મંધાનાને ગત વર્ષ દરમિયાન પોતાની બેટિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કરતા ICC મહિલા રેન્કિગમાં તે કેરિયર બેસ્ટ ચોથા ક્રમે પહોચી હતી.

ક્યાં ખેલાડીઓને આપવામાં આવે છે અર્જુન એવોર્ડ :સ્મૃતિ મંધાના

અર્જુન એવોર્ડ એ ભારત સરકાર દ્વારા રમત ક્ષેત્રે આપવામાં આવતો એક વિશેષ પુરસ્કાર છે જેમાં રમતના કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ખેલાડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડનો પ્રારંભ ૧૯૬૧માં થયો હતો.

અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં ખેલાડીઓને ભારત સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાની ધનરાશિ, અર્જુનની એક બ્રોન્ઝની મૂર્તિ અને એક પત્ર પણ આપવામાં આવે છે.