Not Set/ Pulwama: સાનિયા મિર્ઝાએ પૂછ્યું- શું સોશિઅલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરવો જ દેશભક્તિ છે?

મુંબઇ, પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશની પ્રખ્યાત હસ્તીઓ સોશ્યલ મીડિયાના અલગ-અલગ માધ્યમ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઇને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. સાનિયાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે […]

India Sports
yr 19 Pulwama: સાનિયા મિર્ઝાએ પૂછ્યું- શું સોશિઅલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરવો જ દેશભક્તિ છે?
મુંબઇ,
પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશની પ્રખ્યાત હસ્તીઓ સોશ્યલ મીડિયાના અલગ-અલગ માધ્યમ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઇને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. સાનિયાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તી તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર કરવી જરૂરી છે.
સાનિયા આગળ લખે છે કે તમારામાંથી કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે ગુ્સ્સો કાઢવા માટે કોઇ ટાર્ગેટ નથી એટલે દેશમાં નફરત ફેલાવા માટેની કોઇ તક છોડતા નથી. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે મારો પરસેવો પાડુ છું અને આવી રીતે હું માર દેશની સેવા કરું છું. આ સિવાય હું મારા દેશ માટે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારના લોકો સાથે ઉભી છું.
તેણે લખ્યું કે 14 ફેબ્રુઆરી ભારત માટે બ્લેક ડે છે એને હું આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવો દિવસ ફરી જોવા નહીં મળે. આ દિવસ ક્યારેય પણ ભુલવામાં નહીં આવે. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. ગુસ્સો ત્યાં સુધી જ બરાબર છે કે તેનાથી કઇંક બહાર નીકળીને આવી શકતું હોય અને કોઇ વ્યક્તિને ટ્રોલ કરીને કંઇજ પ્રાપ્ત થશે નહીં.
મહત્વનું છે કે કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં સીઆરપીએફના કાફલા પર એક કાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 42 જેટલા જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદે લીધી હતી.