Not Set/ સ્પોર્ટ્સ/ સરફરાજને ટીમનાં ખરાબ પ્રદર્શનની મળી સજા, હવે આ ખેલાડી હશે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન

પાકિસ્તાનનાં કેપ્ટન રહેલા સરફરાઝને હવે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ હટાવવામાં આવ્યો છે. સરફરાઝની જગ્યાએ અઝહર અલી ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે, જ્યારે ટી-20 ટીમની કમાન બાબર આઝમને સોંપવામાં આવી છે. જો કે હજી સુધી વનડે ટીમનાં કેપ્ટનનું નામ સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. સરફરાઝ અહેમદને તેની કેપ્ટનશીપ ગુમાવવી પડશે, એવી અટકળો અગાઉથી જ કરવામાં આવી રહી હતી. […]

Top Stories Sports
sarfrazahmed270119 0 સ્પોર્ટ્સ/ સરફરાજને ટીમનાં ખરાબ પ્રદર્શનની મળી સજા, હવે આ ખેલાડી હશે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન

પાકિસ્તાનનાં કેપ્ટન રહેલા સરફરાઝને હવે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ હટાવવામાં આવ્યો છે. સરફરાઝની જગ્યાએ અઝહર અલી ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે, જ્યારે ટી-20 ટીમની કમાન બાબર આઝમને સોંપવામાં આવી છે. જો કે હજી સુધી વનડે ટીમનાં કેપ્ટનનું નામ સત્તાવાર રીતે બહાર આવ્યું નથી.

સરફરાઝ અહેમદને તેની કેપ્ટનશીપ ગુમાવવી પડશે, એવી અટકળો અગાઉથી જ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાનનાં મુખ્ય કોચ મિસબાહ-ઉલ-હક સરફરાઝનાં પ્રદર્શનથી ખુશ નહોતા અને તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) નાં સીઈઓ વસીમ ખાનની સામે પોતાનો મુદ્દો મૂક્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

સરફરાઝને ફક્ત કેપ્ટન તરીકે જ નહીં પણ એક ખેલાડી તરીકે પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. સરફરાઝની કેપ્ટનશીપમાં ટી-20 માં પાકિસ્તાનની ટીમ પ્રથમ ક્રમાંક પર હતી, તેમ છતાં હવે તેઓને કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, શ્રીલંકાની બિનઅનુભવી ટીમે, પાકિસ્તાનને 3 મેચોની ટી-20 સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી દીધુ હતુ. શ્રીલંકા પાસેથી મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન હચમચી ગયુ હતુ, જો કે પાકિસ્તાને વન ડે સીરીઝમાં શ્રલંકાને હરાવ્યુ હતુ.

પાકિસ્તાની ખેલાડીઓને લઈને કોચ મિસ્બાહ-ઉલ-હક તમામ આલોચનાનાં કેન્દ્રમાં છે. તાજેતરમાં જ પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતની વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સરફરાઝ અહેમદને પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.