હરિયાણાની ગોલ્ડન ગર્લ મનુ ભાકરે રાજ્ય સરકારના ખેલ મંત્રી અનિલ વિજે તેમને ૨ કરોડ રૂપિયાનું ઇનામ આપવની વાતને યાદ કરાવી છે.
મનુનું કહેવું છે કે તેમને આ ઇનામ હજુ સુધી નથી મળ્યું. ૧૬ વર્ષીય નિશાનબાજ મનુ જયારે ગોલ્ડ મેડલ જીત્યા ત્યારે તેને વીજે શુભેરછા આપી હતી અને રાજ્ય સરકાર તરફથી ઇનામની ઘોષણા કરી હતી.
ખેલ મંત્રી વિજે લખ્યું હતું કે હરિયાણાની સરકાર આ ગોલ્ડ મેડલ બદલ મનુને ૨ કરોડ રૂપિયાનું ઇનામ આપશે.આની પહેલાની સરકારમાં આ ઇનામમાં ૧૦ લાખ રૂપિયા સુધીની રાશિ જ આપવામાં આવતી હતી. મનુએ તે ટ્વીટનો સ્ક્રીનશોટ લઈને ટ્વીટ કર્યું છે.
આ ટ્વીટના જવાબ આપતા મનુએ લખ્યું છે કે સર , મહેરબાની કરીને આ નક્કી કરો કે શું સાચું છે…કે આ માત્ર જુમલો છે ! આ ટ્વીટમાં તેમણે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનિલ વિજને પણ ટેગ કર્યા છે.
તો બીજી તરફ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનિલ વિજે પણ આ મામલે પોતાનો જવાબ મનુને આપ્યો છે તેમણે લખ્યું છે કે ભાકરને પબ્લિક ડોમેનમાં આવવા પહેલા સ્પોર્ટ્સ ડીપાર્ટમેન્ટ સાથેથી આ વાત કન્ફોર્મ કરવાની હતી. તે રાજ્ય સરકાર પર આરોપ લગાવવા ખોટા છે કે જેમણે સૌથી વધારે ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
ભાકરને ગોલ્ડ મેડલ જીત્યા બદલ બે કરોડ રૂપિયા આપવામાં આવશે તે મેં એ જ સમયે ટ્વીટ કરી દીધું હતું.
આગળ તેમણે લખ્યું છે કે ખેલાડીઓની વચ્ચે થોડું અનુશાસન હોવું જોઈએ. ભાકરને આ વિવાદને લઈને માફી માંગવી જોઈએ. તેમણે માત્ર તેમની રમત પર જ ફોકસ કરવો જોઈએ.