Not Set/ સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડના કપરા પ્રવાસને લઇ કોહલી માટે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી, શનિવારે જ ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના કપરા પ્રવાસ માટે રવાના થઇ છે, ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલી અંગે એક નિવેદન આપ્યું છે. ભારતના મહાન ક્રિકેટરોમાંના એક સૌરવ ગાંગુલીએ`નું માનવું છે કે, “આ વખતે ઇંગ્લેન્ડના પ્રવાસની તૈયારી કરી રહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કઈક ગભરાહટમાં હતા”. સૌરવ […]

Sports
629933 bcg.chg સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડના કપરા પ્રવાસને લઇ કોહલી માટે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી,

શનિવારે જ ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના કપરા પ્રવાસ માટે રવાના થઇ છે, ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલી અંગે એક નિવેદન આપ્યું છે.

ભારતના મહાન ક્રિકેટરોમાંના એક સૌરવ ગાંગુલીએ`નું માનવું છે કે, “આ વખતે ઇંગ્લેન્ડના પ્રવાસની તૈયારી કરી રહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કઈક ગભરાહટમાં હતા”.

સૌરવ ગાંગુલીના જણાવ્યા અનુસાર, “૪ વર્ષ પહેલા વિરાટ ઇંગ્લેન્ડમાં ફ્લોપ સાબિત થયો હતા અને આ માટે જ તે ચિંતિત હતો. આ કપરા પ્રવાસની તૈયારી માટે જ વિરાટ કાઉન્ટી ક્રિકેટ રમવા માંગતા હતા.

પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું, “કોહલી એક શાનદારક ખેલાડી છે અને આ પ્રવાસ દરમિયાન તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે. હું માનું છું કે, ભારતની આ સિરીઝ પહેલા વિરાટ કાઉન્ટીમાં રમવા માટે ઉત્સુક હતા, પરંતુ કાઉન્ટી નહિ રમીને આ ખેલાડીએ ખૂબ સારું જ કર્યું છે”.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઇંગ્લેન્ડમાં રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા વિરાટ કોહલી સરેની ટીમ માટે કાઉન્ટી ક્રિકેટ રમવા ઈચ્છુક હતા, પરંતુ ઈજાના કારણે વિરાટે પોતાનું નામ પાછું ખેચ્યું હતું.

વિરાટ એક ચેમ્પિયન ખેલાડી છે

તેઓએ વધુમાં જણાવ્યું, “વિરાટ કોહલી એક ચેમ્પિયન ખેલાડી છે અને તેઓ ૪ વર્ષ પહેલા ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં જે પ્રમાણે ફ્લોપ સાબિત થયા હતા તેમાંથી આરામથી બહાર આવશે.

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે અને ૩ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

આ પહેલા ૨૦૧૪માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ૫ ટેસ્ટ મેચની ૧૦ ઇનિંગ્સમાં ભારતીય કેપ્ટને ૧૩.૪૦ના એવરેજથી માત્ર ૧૩૪ રન બનાવ્યા હતા.