નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમ બ્રિટેનના લાંબા પ્રવાસની શરુઆત બુધવારથી આયર્લેન્ડ વિરુદ્ધ બે ટી-૨૦ મેચોની સીરીઝની પ્રથમ મેચમાં જીત સાથે મેદાનમાં ઉતરશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે ૮ઃ૩૦થી શરુ થશે. આ મેચથી ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી પણ કરશે, જે આ શ્રેણી બાદ શરુ થશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ઈંગ્લેન્ડની ટીમે વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને ૫-૦થી હરાવ્યા બાદ તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.
ઈંગ્લેન્ડ સામેના પડકારને પહોંચી વળવા માટે ભારતે આયર્લેન્ડ સામે શાનદાર જીત મેળવવાની રહેશે. ટીમના સુત્રોના જણાવ્યા મુજબ અભ્યાસ સત્ર માટે ખેલાડીઓને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે.
ઉમેશ યાદવ અને ભુવનેશ્વરકુમારની સાથે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઝડપી બોલરોનુ નેતૃત્વ કર્યુ. જ્યારે કેટલાક અન્યએ ક્ષેત્રરક્ષણ અભ્યાસ કર્યો. બેટ્સમેનોમાં ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ અભ્યાસ કર્યો. કેપ્ટન વિરાટ કોહલી અને ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલે બાજુ બાજુની નેટ પર સ્પિન અને ઝડપી બોલરો સામે એકસાથે બેટીંગ કરી.
રાહુલ ટી-૨૦ ટીમના નિયમત સભ્ય છે. વન-ડે ટીમમાં અજિંક્યે રહાણેના ન હોવાથી ૧૨ જુલાઈથી ઈંગ્લેન્ડ સામે શરુ થઈ રહેલ ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં તે ચોથા નંબરના બેટીંગ કરવા માટે દાવેદાર હશે. દ.આફ્રિકા પ્રવાસ બાદ પ્રથમ વખત ભારતની સૌથી મજબુત ટીમ મેદાન પર જાવા મળશે.