સિડની,
૬ ડિસેમ્બર થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરુ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ પહેલા જ કાંગારું ક્રિકેટર ઉસ્માન ખ્વાજાને એક ઝટકો લાગ્યો છે. ખ્વાજાના ભાઈ અર્સલાનની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.
અર્સલાન ખ્વાજાને મંગળવારે સિડનીમાંથી અરેસ્ટ કરાયો હતો અને તેની ઉપર ખોટા દસ્તાવેજ બનાવીને કાયદાને વિકૃત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે, જેમાં VVIP લોકોની યાદી બનાવી હતી. આ ઉપરાંત આતંકવાદી હિટ યાદીના લેખકના રૂપમાં કથિત રીતે એક પ્રેમ પ્રતિદ્વંધીને તૈયાર કરવાનો પણ આરોપ છે.
૩૯ વર્ષીય અર્સલાન ખ્વાજા પર આરોપ છે કે, તેઓએ પોતાની યુનિવર્સીટીના પૂર્વ સાથી મોહમ્મદ કોમર નિજામુદ્દીનને પોલીસને આ વિશ્વાસ અપાવીને સ્થાપિત કર્યો હતો કે, તત્કાલિન પ્રધાનમંત્રી માલકોમ ટર્નબુલને મારવા માટેના ષડયંત્રમાં તે પણ શામેલ હતો.
આ પહેલા મોહમ્મદ કોમર નિજામુદ્દીનની ઓગષ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની એક નોટબુકમાંથી કથિત હિટ યાદી મળી હતી. જો કે ત્યારબાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો, કારણ કે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સ્ક્રીપ્ટ પર તેના હેન્ડરાઈટિંગ ન હતા.
ન્યુ સાઉથ વેલ્સના આસિસ્ટન્ટ કમિશ્નર મિક વિલિંગે જણાવ્યું, “અમારો આરોપ છે કે, નિજામુદ્દીનને યોજના અને તર્કબદ્ધ રીતે જ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને વ્યક્તિગત ફરિયાદથી ઉત્સાહિત કરવાનો ભાગ બનાવ્યો હતો.