નવી દિલ્હી,
પાકિસ્તાની મૂળના નાગરિક મોહમ્મદ બશીર કે જેઓને દુનિયા બશીર ચાચા તરીકે ઓળખે છે, ત્યારે ક્રિકેટના આ ફેન્સ દ્વારા ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અંગે એક ખુલાસો કર્યો છે.
પાકિસ્તાનની ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં બશીરે કહ્યું હતું કે, “એશિયા કપની ફાઈનલથી એક દિવસ પહેલા ભારતીય ટીમના વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એન એસ ધોની તેઓના રૂમમાં આવ્યા હતા અને તેમને ટીમ ઇન્ડિયાની એક ટીશર્ટ ગિફ્ટ આપી હતી”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “રાતે ૧૨ વાગ્યે હોટલના રૂમની ઘંટી વાગે છે. હું દરવાજો ખોલું છું અને સામે ધોની ઉભા હોય છે”.

આ દરમિયાન ધોનીએ બશીર ચાચાને ટીમ ઇન્ડિયાની એક નવી ટી-શર્ટ આપી હતી અને કહ્યું, “તમે આ ટી-શર્ટ પહેરજો.
જો કે ત્યારબાદ બશીર ચાચા ધોનીની આ ખાસ ગિફ્ટ પર ખુશ થયા હતા અને બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં આ ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. નોધણીય છે કે, એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો અને છઠ્ઠીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.