Not Set/ VIDEO : મેદાનમાં જ દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ બેટ્સમેનનું ફાટી ગયું પેન્ટ, પછી થયું કઈ ખાસ

સેન્ચ્યુરિયન, સેન્ચ્યુરિયનમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમનો ૬ વિકેટે વિજય થયો છે. પરંતુ આ ટેસ્ટ મેચના ત્રીજા કઈક ગઠિત થયું હતું, તેને લઈ મેદાનમાં ઉપસ્થિત તમામ કોમેન્ટેટર તેમજ દર્શકો પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. હકીકતમાં પહેલી ટેસ્ટ મેચ દરમિયાન એક્સપર્ટની ભૂમિકા નિભાવી રહેલા આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર શોન […]

Trending Sports Videos

સેન્ચ્યુરિયન,

સેન્ચ્યુરિયનમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમનો ૬ વિકેટે વિજય થયો છે. પરંતુ આ ટેસ્ટ મેચના ત્રીજા કઈક ગઠિત થયું હતું, તેને લઈ મેદાનમાં ઉપસ્થિત તમામ કોમેન્ટેટર તેમજ દર્શકો પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા.

હકીકતમાં પહેલી ટેસ્ટ મેચ દરમિયાન એક્સપર્ટની ભૂમિકા નિભાવી રહેલા આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર શોન પોલોક અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ આ મેચને લઈ ચર્ચા કરી રહ્યા હતા.

આ દરમિયાન મેદાનમાં જ કેચ પકડવાનો ટાસ્ક રાખવામાં આવ્યો હતો, પરંતુ કેચ પકડતા સમયે જ પોલોકનું પેન્ટ ફાટી ગયું હતું અને પોતે હક્કા બક્કા રહી ગયા હતા.

પૂર્વ ઝડપી બોલરનું પેન્ટ ફાટેલું જોઈ ગ્રીમ સ્મિથ અને માર્ક નિકોલસ હસવા લાગ્યા હતા અને સાથે સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો પણ પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા.

જો કે ત્યારબાદ પોલોકને મેદાનની બહાર લઈ જવા માટે રૂમાલનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે.