મુંબઇ,
જાણીતા ક્રિકેટર યુવરાજ પિતા બને તેવા સંકેતો મળી રહ્યા છે.તાજેતરમાં ઈશા અંબાણીના લગ્નમાં યુવરાજ તેની પત્ની હેઝલ સાથે જોવા મળ્યો હતો.યુવરાજ અને હેઝલની કેટલીક તસવીરો પણ સામે આવી છે.આ જોતા એવું લાગે છે કે હેઝલને કદાચ સારા દિવસો જઇ રહ્યા હોય.
આનંદ અને ઈશાના લગ્નમાં હાજર કેટલીક હસ્તીઓનું કહેવું હતું કે હેઝલ કીચ વધારે કન્ફર્ટેબલ નહોતી. કહેવાઈ રહ્યું છે કે તે પોતાના પેટને વારંવાર કવર કરી રહી હતી. હેઝલન આ હરકતથી એવી અટકળો લાગવાનું શરૂ થઈ ગયું છે કે યુવરાજ સિંહ અને હેઝલ કીચ મમ્મી-પપ્પા બનવાના છે. જોકે અત્યાર સુધી આ કપલ તરફથી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.બીજી તરફ અંગ્રેજી અખબાર મુંબઈ મિરરની રિપોર્ટ મુજબ હેઝલ અને યુવરાજ જલ્દી જ માતા-પિતા બનવાના છે.
જણાવી દઈએ કે યુવીએ લગ્નમાં બ્લ્યૂ કોટ-પેન્ટ પહેર્યું હતું. તો હેઝલ ડાર્ક મોવ કલરના આઉટફિટમાં જોવા મળી. બંનેનો લોકો ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો.
યુવરાજ અને હેઝલના લગ્ન 30 નવેમ્બર 2016 પર થયા હતા. યુવરાજ અને હેઝલ સોશિયલ મીડિયા પર મળ્યા હતા. લગ્ન બાદ હેઝલે પોતાને લાઈમ લાઈટથી દૂર રાખી છે. જાણકારી એવી પણ છે કે જલ્દી જ યુવરાજ હેઝલના પ્રેગ્નેન્સીની જાહેરાત કરી શકે છે.
