Cricket/ મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

આઇસીસી દ્વારા બુધવારે શ્રીલંકાનાં પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર અને કોચ નુવાન જોયસા પર મોટી કાર્યવાહી કરતા છ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. નુવાન ઝોઇસા મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા છે, ત્યારબાદ તેના પર 6 વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે.

Sports
123 179 મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

આઇસીસી દ્વારા બુધવારે શ્રીલંકાનાં પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર અને કોચ નુવાન જોયસા પર મોટી કાર્યવાહી કરતા છ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. નુવાન ઝોઇસા મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા છે, ત્યારબાદ તેના પર 6 વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે.

123 180 મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

IPL 2021 / હૈદરાબાદ વિરુદ્ધ માહીની ટીમે મેળવી આસાન જીત, પોઈન્ટ ટેબલમાં પહોંચી ટોચ પર

આપને જણાવી દઇએ કે, જોયસાને 31 ઓક્ટોબર 2018 નાં રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આઇસીસીએ બુધવારે આ પ્રતિબંધ ઘટાડીને 6 વર્ષ કરી દીધો હતો. એટલે કે, જોયસા પરનો આ પ્રતિબંધ 2024 સુધી અમલમાં રહેશે. નુવાન જોયસાને આઇસીસીનાં ભ્રષ્ટાચાર વિરોધી કોડનાં ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. નવેમ્બર 2020 માં જોયસાને ત્રણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ જોયસાએ સ્વતંત્ર ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી હતી પરંતુ તે નકારી દેવામાં આવી હતી. નુવાન જોયસા શ્રીલંકાની ક્રિકેટ ટીમનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે. યુએઈમાં ટી-20 મેચ દરમિયાન તે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને 2019 માં અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, મેચ ફિક્સિંગનાં પ્રયાસમાં અથવા મેચ ફિક્સિંગમાં સામેલ ક્રિકેટરો પર આઈસીસી સખત વલણ અપનાવી રહી છે. તાજેતરમાં જ તેણે ઝિમ્બાબ્વેનાં પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકને દોષિત ઠેરવ્યા બાદ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, હવે શ્રીલંકાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને કોચ નુવાન જોયસા પર 6 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જોયસાને મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો અને શંકાસ્પદ ભારતીય બુકીઓની ભ્રષ્ટ ઓફરનો ખુલાસો ન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે.

123 181 મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

IPL 2021 / એબી ડીવિલિયર્સે રચ્યો ઈતિહાસ, IPL માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) નાં અનુસાર ડાબોડી ફાસ્ટ બોલર જોયસા પરનો આ પ્રતિબંધ 31 ઓક્ટોબર 2018 ની શરૂઆતી તારીખથી અમલમાં આવશે, જ્યારે તેને અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આઇસીસીનાં ઇન્ટિગ્રેટી યુનિટનાં જનરલ મેનેજર એલેક્સ માર્શલે પ્રકાશનમાં કહ્યું હતું કે, ‘તેમણે રાષ્ટ્રીય ટીમનાં કોચ તરીકે તેમણે આદર્શ સ્થાપિત કરવુ જોઇતુ હતુ. તેના બદલે, તે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ થઈને ભ્રષ્ટ થઈ ગયો અને બીજાને પણ તેમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો.’તેમણે કહ્યું, ‘મેચ ફિક્સિંગ એ રમતનાં સિદ્ધાંતોનો દગો આપવો છે. અમારી રમતમાં તેને સહન કરવામાં આવશે નહીં.” શ્રીલંકા તરફથી 30 ટેસ્ટ અને 95 ODI વનડે મેચ રમનાર 42 વર્ષીય જોયસા પર યુએઈમાં ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન શ્રીલંકાની ટીમનાં બોલિંગ કોચ તરીકે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ હોવા માટે 2018 માં આરોપ લગાવવામાં આવ્યો હતો. જોયસા આ પહેલા શ્રીલંકા ટીમનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે.

Untitled 46 મેચ ફિક્સિંગ કેસમાં શ્રીલંકાનો નુવાન જોયસા દોષી, 6 વર્ષનો પ્રતિબંધ લાગ્યો