અમરેલી,
અમરેલીના જાત્રુડા જતી એસ.ટી બસ પાસે અકસ્માતની ઘટના બની હતી. એસટી બસના ડ્રાઈવરે સ્ટેંયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતને પગલે અચાનક રેડ કોર્નર સિનેમા સામે બસ દુકાનમા ઘુસી ગઈ હતી.
અજંતા નામની દુકાન ધરાવતા દુકાનદારને માથામાં અને પગે સામાન્ય ઇજા થઇ હતી. સામાન્ય ઇજા લઈને એક મોટી દુર્ઘટના ટળી હતી.
ત્યારે પેસેન્જરોમાં ફફડાટ મચી હતી. લોકોના ટોળા ઉમટતા ડ્રાઇવરની ધોલાઈ કરવામાં આવી હતી.