રાજકોટમાં ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
પરીક્ષાના પેપર નબળા જતા કર્યો આપઘાત
સાંજે 5 વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી કર્યો આપઘાત
સારવાર દરમિયાન મોડી રાતે નિપજ્યું મોત
ભક્તિનગર પોલીસે હાથ ધરી તપાસ
હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12માં દોરણની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે, આ પરિક્ષાના લીધે ઘણા વિધાર્થીઓ ચિંતાગ્રસ્ત રહે છે,જેના લીધે સતત માનસિક તાણ અનુભવે છે ,આવા બનાવો ગુજરાતમાં વધી રહ્યા છે. રાજકોટમાં ધોરણ 10 ના વિધાર્થીનીએ આપઘાત કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિધાર્થીએ પોતાના ઘરના બાથરૂમમાં સાંજે 5 કલાકે શરીર પર પેટ્રોલ છાંટ્યો હતો તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આપઘાતનો કારણ વિધાર્થીનીને પરિક્ષાના પેપર સારા ગયા ન હતા.
ભક્તિનગર પોલીસ હાલ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાર્થીઓમાં ભણતરના ભારણના લીધે માનસિક તણાવ ખુબ વધ્યો છે જેના લીધે વિધાર્થીઓ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા છે.