કોરોના રસી/ બાળકો માટે વેક્સિનનું પરિક્ષણ શરૂ ,જૂનમાં આવવાની શક્યતા

બાળકો માટે વેક્સિનનું પરિક્ષણ

World
children બાળકો માટે વેક્સિનનું પરિક્ષણ શરૂ ,જૂનમાં આવવાની શક્યતા

વિશ્વભરમાં કોરોના મહામારીએ દસ્તક આપી છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ બાળકોમાં પણ ફેલાઇ રહ્યો છે.જે પ્રમાણે સંક્રમણ બાળકોમાં ફેલાઇ રહ્યો છે  તે ચિંતાજનક બાબત છે. કોરોના મહામારીથી બાળકોને બચવા માટે બાળકોની વેક્સિન પણ વહેલી તકે બજારમાં આવવાની શક્યતા છે.ઇયુ દવા કંટ્રોલરે પરિક્ષણ શરૂ કરી દીધું છે. યુરોપીયન યુનિયનના દવા કંટ્રોલર ઇએમએ બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકે તૈયાર કરેલી વેકસિનનું પરિક્ષણ હાથ ધર્યું છે.

દુનિયા કોરોનાની મહામારીની ઝપેટમાં આવી ગઇ છે .કોરોનાના બીજા તબ્બકામાં બાકો પણ ઝપેટમાંઆવી ગયા છે.પુખ્તવયના લોકો માટે વેક્શિન બની ગઇ છે. પરતું બાળકો માટે હજી તૈયાર થઇ નથી, પરતું ફાઇઝર બાયોએનટેક બાળકો માટે વેક્સિનનું પરિક્ષણ કરવા જઇ રહી છે.અમેરિકામાં પણ પરિક્ષણ શરૂ થઇ ગયું છે.જર્મનીની દવા કંપની બાયોએનટેકે કહ્યું હતું કે યુરોપમાં 12 થી 15 વર્ષના બાળકો માટે વેક્સિન જૂન મહિનામાં આવી જશે. ફાઇઝરના સીઇઓ અલ્બઅબૈરલાએ જણાવ્યું હતું કે અમારી કંપની 12 વર્ષની ઉમરના બાળકો માટે ઉપયોગમાં લેવા માટે યૂએસએફડીએ અને યુરોપીય નિયામકો સામે આવેદન કરશે.