મહામારી કોરોનાએ કોઇ ક્ષેત્રને આર્થિક નુક્સાનમાંથી બાકાત રાખ્યુ નથી ત્યારે ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાની પ્રતિતિ થાય છે. ગુજરાતસરકારના વિવિધ વિભાગના ફરતાં વાહન માટે વર્તમાન નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારી વાહન માટે થતા મસમોટા ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના મહામારીએ સામાન્ય પ્રજાની જ નહીં સરકારની પણ આર્થિક કમર તોડી નાખી છે. પરિણામે સરકારની તિજોરી પર કાપ કેવી રીતે મૂકી શકાય એ અઁગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે મંથન શરૂ કર્યું છે. સરકારના વિવિધ વિભાગમાં થતાં મસમોટા ખર્ચ પર બ્રેક લગાવવા કેટલીક નીતિમાં પણ સરકારે ફેરફાર કર્યા છે. જે મુજબ વર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતાં સરકારી વાહનો માટે નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
ખર્ચમાં કાપ મૂકવા કયા ફેરફાર ?
- વિગત હાલની મર્યાદા – વધારીને મર્યાદા
- સરકારી જીપ – એમ્બેસેડર કે 2 લાખ કિ.મી. – 2.50 લાખ કિ.મી.
- અન્ય કાર
- વાહનના ટાયર 32 હજાર કિ.મી.- 40 હજાર કિ.મી.
સરકારી વાહન કંડમમાં મૂકવા અંગે નર્મદા અને જળસંપત્તિ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના ટેકનીકલ ઇજનેરનો રિપોર્ટ સરકારી વિભાગોએ મેળવવાનો રહેશે. સરકારી વાહન કંડમમાં મંજૂરી મળ્યાના 90 દિવસમાં વાહનનો નિકાલ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એકંદરે સરકારની તિજોરીમાં નવા ખરીદવામાં આવતાં વાહનો પર હાલ પૂરતા નિયંત્રણમાં લાવવા હેતુ સરકારી વાહનો માટે અમલી કંડમ વાહન નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ગોંડલ મોવિયા ગામની 12 વર્ષની સગીરા સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા શખ્સે દુષ્કર્મ કર્યું
આ પણ વાંચો :પાટડીનાં પાનવા ગામે બળી ગયેલી મોટર રિપેર થયા બાદ ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ