મુખ્યમંત્રી વિજય રૂપાણીવિજય રૂપાણી ના હોમટાઉન રાજકોટ માં એસ.ઓ.જી. પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ 8 કિલો અને 132 ગ્રામના ચરસ નો જથ્થો બાતમીના આધારે ઝડપી પડાયો છે. તેમજ આ મામલે પોલીસે મહેબુબ ઓસમાણ ઠેબા, ઇલયાસ હારુન, જાવેદ દલ અને રફીક મેમણ નામના ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે મોટી માત્રામાં ચરસનો જથ્થો રાજકોટ શહેરમાં આવ્યો છે. જેના આધારે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને આ શખ્સોના ઘર પર વોચ ગોઠવવામાં આવી હતી અને દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલામાં રાજકોટ પોલીસ દ્વારા કુલ 81 લાખ 41 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા પકડવામાં આવેલ આટલા મોટા પ્રમાણમાં ચરસના જથ્થાનો ઉપયોગ શાળા-કોલેજોના યુવાધન કરતા હોવાનું પણ ખુલ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઇ છે.